Mumbai News/ કુવૈતથી હૈદરાબાદ આવનારી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ

મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગો ના વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાન હૈદરાબાદથી આવી રહ્યું હતું. ઉડાન દરમિયાન બોમ્બની ધમકી મળી હતી.

Top Stories NATIONAL India
ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી

Mumbai News: આજે સવારે મુંબઈ એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાન હૈદરાબાદથી આવી રહ્યું હતું. ઉડાન દરમિયાન બોમ્બની ધમકી મળી હતી. આ વિમાનને મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું છે.

દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટના કારણે  ખતરો

એરપોર્ટ પરથી મળતી માહિતી અનુસાર, ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી. આ ઈમેઈલ દિલ્હી એરપોર્ટ પર પ્રાપ્ત થયો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ

Flight Radar24 મુજબ ઇન્ડિગો ફ્લાઇટ એરબસ A 321-251 NX એ કુવૈતથી બપોરે 1.56 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાન હૈદરાબાદ જઈ રહ્યું હતું. જો કે, ધમકીભર્યો ઈમેઈલ મળ્યા બાદ ફ્લાઇટ આજે સવારે 8:10 વાગ્યે મુંબઇમાં લેન્ડ થઈ હતી.

આ પહેલા પણ ફ્લાઇટ ઉડાવવાની  ધમકી મળી હતી 

આ પહેલા 23 નવેમ્બરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ વિમાન હૈદરાબાદથી આવી રહ્યું હતું. ધમકીને પગલે વિમાનને મુંબઈ એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું અને ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇઝરાયલ સાથે યુદ્ધ બંધ થતાં ઇરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું, પશ્ચિમ એશિયા માટે ફ્લાઇટ્સ શરૂ થઈ

આ પણ વાંચો:દિલ્હીના IGI એરપોર્ટ પર મુસાફરોને ATC ખામીનો સામનો કરવો પડ્યો, ફ્લાઇટ્સ 30 મિનિટ મોડી પડી

આ પણ વાંચો:હિંડોન એરપોર્ટથી 8 શહેરો માટે શરૂ થયેલી ઇન્ડિગોની નવી ફ્લાઇટ્સનું ટાઇમ ટેબલ શું છે, અહીં વિગતો જાણો