Not Set/ જીડીપી એક અંકમાં નહીં, ડબલ અંકમાં લાવવું સરકારનું લક્ષ્ય: મોદી

દિલ્લી, 22 જુન 2018. પ્રધાનમંત્રી મોદીએ દેશની જીડીપી ને ડબલ અંકોમાં પહોંચાડવાનું અઆહ્વાન કર્યું છે. એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે 10 ટકાથી વધારેની જીડીપી નાં અંકને અડકવાનું લક્ષ્યાંક છે. જેના કારણે દુનિયાની 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થાના ક્લબમાં ભારતનો પણ સમાવેશ થઇ શકે. માત્ર આટલું જ નહિ પરંતુ પ્રધાનમંત્રી મોદીએ એ પણ […]

Top Stories India

દિલ્લી,

22 જુન 2018.

પ્રધાનમંત્રી મોદીએ દેશની જીડીપી ને ડબલ અંકોમાં પહોંચાડવાનું અઆહ્વાન કર્યું છે. એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આપણે 10 ટકાથી વધારેની જીડીપી નાં અંકને અડકવાનું લક્ષ્યાંક છે. જેના કારણે દુનિયાની 5,000 અરબ ડોલરની અર્થવ્યવસ્થાના ક્લબમાં ભારતનો પણ સમાવેશ થઇ શકે.

માત્ર આટલું જ નહિ પરંતુ પ્રધાનમંત્રી મોદીએ એ પણ જણાવ્યું હતું કે ભારતને દુનિયાનાં વ્યવસાયમાં પોતાની ભાગેદારીને ડબલ કરીને 3.4 ટકા ના સ્તર સુધી પહોંચાડવાની જરૂર છે.

દિલ્લીના વાણિજ્ય મંત્રાલયનો શિલાન્યાસ કરતા નરેદ્ર મોદીએ કહ્યું હતું કે ગત ચાર વર્ષોમાં “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ” ની દિશામાં ઘણાં મહત્વનાં પગલા લેવામમાં આવ્યા છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે 2017-2018 ના છેલ્લા ક્વાટરમાં દેશની ડીજીપી 7.7 ટકા હતી, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે વૃદ્ધિના મુદ્દામાં 7 થી 8 ટકાથી વધારે વિચારવાનું છે અને આં અંકને ડબલ અંકમાં પહોંચાડવાનો એજેન્ડા તૈયાર કરવાની જરૂર બની આવી છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે હવે ભારતને પોતાના અર્થતંત્રના આકારને ડબલ કરવાની જરૂર છે. જેનાથી ભારતની ઈકોનોમી 5 હાજર થઇ જશે. તેમને જણાવ્યું હતું કે ભારતને હવે બીજા દેશોમાં પેટ્રોલ અને અન્ય બાબતોની નિર્ભરતા ઓછી કરવી પડશે અને ઘરેલું મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપવાની જરૂર છે.