Mantavya Exclusive/ મંતવ્ય ન્યૂઝનો ધમાકેદાર ખુલાસો! આકાશ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બેનકાબ

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે આકાશ અને એલન જેવી મોટી કોચિંગ સંસ્થાઓ ગાયત્રી, ડિવાઇન લાઈફ, શાલિન જેવી શાળાઓ સાથે મળીને ડમી એડમિશનનો ખેલ રચી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Mantavya Exclusive Breaking News

Ahmedabad News: ગુજરાતના શિક્ષણ જગતમાં ભૂકંપ આવી ગયો છે! મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી આકાશ ઇન્સ્ટિટ્યૂટ, એલન ઇન્સ્ટિટ્યૂટ અને અનેક શાળાઓની મિલીભગતથી ચાલતો કરોડોનો ગોરખધંધો ખુલ્લો પડ્યો છે. શિક્ષણના નામે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને વાલીઓની પરસેવાની કમાણી સાથે થતી આ છેતરપિંડીએ રાજ્યભરમાં હોબાળો મચાવી દીધો છે.

મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે આકાશ અને એલન જેવી મોટી કોચિંગ સંસ્થાઓ ગાયત્રી, ડિવાઇન લાઈફ, શાલિન જેવી શાળાઓ સાથે મળીને ડમી એડમિશનનો ખેલ રચી રહી છે. આ સંસ્થાઓ શાળાઓમાં નકલી વિદ્યાર્થીઓની નોંધણી કરી, તેમના નામે પરીક્ષાઓ આપી અને ઊંચા માર્કસ બતાવી પોતાની સફળતાના આંકડા ઊભા કરે છે. આ બધું શિક્ષણ વિભાગના કેટલાક અધિકારીઓની સાંઠગાંઠથી થયું હોવાનો પણ આક્ષેપ છે.

ગાયત્રી સ્કૂલ (Gayatri School) અને આકાશ ઇન્સ્ટિટ્યુટ (Aakash Institute) સાંઠગાંઠ રચીને ખુલ્લેઆમ કૌભાંડ કરતાં હોવાનું બહાર આવ્યું છે. આયુષ ચંડોલા અને શૈલેષની સાંઠગાંઠ બહાર આવી છે. મંતવ્યના સ્ટિંગમાં ડીઇઓની સંડોવણી પણ બહાર આવી છે. આમ અધિકારીઓ અને નેતાઓની સંડોવણીને લઈને પણ સવાલ સર્જાયો છે. આકાશ ઇન્સ્ટિટ્યુટમાં તો રીતસર જાણે પૈસા ફેંક અને તમાશા દેખ જેવો જ ઘાટ છે.

રિપોર્ટર – ટાયપ હોય છે ?

સંચાલક અમદાવાદ – સપોટિવ સ્કૂલો હોય છે

રિપોર્ટર – એડમિશન લેવાનું તમે ત્યાં કહો તો ત્યાં લઈએ, અહિયા કહો તો અહિયા

સંચાલક,અમદાવાદ – ક્યુ બોર્ડ છે, CBSC ?

રિપોર્ટર – ના, ગુજરાત બોર્ડ

સંચાલક,અમદાવાદ – તો  બોવ ઓપ્શન મળી જશે, સર

રિપોર્ટર – ક્યાં ક્યાં ?

સંચાલક,અમદાવાદ – એક તો નરોડ,’ ગાયત્રી સ્કુલ’ મોટા ભાગના અમારા બાળકો ત્યાંજ જાય છે.

બીજી ગાયત્રી સ્કુલની બાજુમાં જ ‘શાલીન વિદ્યાલય’ એના શિવાય અહિયા હરિદર્શન ચોકડિ પર ‘ડિવાઈન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ’ છે.

ગાયત્રીમાં તો અઠવાડિયામાં તો એક વાર જ જવુ પડે, પ્રેક્ટીકલમાં જ જવાનું

ડિવાઈનમાં બે કે ત્રણ વાર જાય છે

રિપોર્ટર – 25 હજાર ફિ ભરવી પડશે ?

ગાયત્રી સ્કુલ – હા, તેમા બધુ જ આવી ગયું

તેના સિવાય બીજું કંઈ નહીં

રિપોર્ટર – આયુશ સરે કિધુ હતું કે બાળક આવે નઈ.

ગાયત્રી સ્કુલ – એ બધુ જ થઈ જશે

પ્રેક્ટિકલ માટે જ બાળક આવશે

રિપોર્ટર – પ્રેક્ટિકલતો અઠવાડિયામાં અથવા 15 દિવસમાં એક વાર ને

ગાયત્રી સ્કુલ – 15 દિવસે, ક્યારેક ક્યારેક મહિનામાં બે વાર

ગૃપમાં મેસેજ આવે તો આવવાનું બાકી નહીં આવાનું

રિપોર્ટર – બે ત્રણ જગ્યાએ સ્કુલોમાં જોયું તો કે છે આવુ પડશે તો બાળકે હેરાન થઈ જશે

ગાયત્રી સ્કુલ – તમારે મહિનામાં બે વાર જ આવવાનું રહેશે, એ પણ ફરજિયાત નથી

રિપોર્ટર – પછી હાજરીનો પ્રોબલમ પાછળથી નઈ આવે ને.

ગાયત્રી સ્કુલ – બોર્ડ પ્રેક્ટિકલને બધુ જ કરાવી દઈશ

રિપોર્ટર – એટલે થઈ જશે, બોર્ડમાં પણ ?

ગાયત્રી સ્કુલ –  પ્રેક્ટિકલમાં બધુ થઈ જશે , થીયરિમાં નહી

આકાશ ઇન્સ્ટિટ્યુટનું  રાજ્યવ્યાપી કૌભાંડ બેનકાબ થયું છે. શિક્ષણની આડમાં કરોડો રૂપિયાની કાળી કમાણીનો કારસો રચાયો છે. તેણે પણ એલનની જેમ ડમી વિદ્યાર્થીઓનું મોટું સામ્રાજ્ય રચ્યું છે.

આ કૌભાંડનો સૌથી મોટો ભોગ બન્યા છે ગુજરાતના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ. લાખો રૂપિયાની ફી ભરીને પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવાના સપના જોનારા વાલીઓ આજે પોતાને ઠગાયેલા અનુભવે છે. મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા આકાશ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓએ પોતે જ આ ગોરખધંધાના રાઝ ખોલ્યા છે. ડમી વિદ્યાર્થીઓના નામે બનાવેલા રેકોર્ડથી લઈને શાળાઓ સાથેની ગેરકાયદેસર ભાગીદારી સુધી, આ બધું એક વિશાળ સામ્રાજ્યનો હિસ્સો છે.

મંતવ્ય ન્યૂઝે આ સ્ટિંગ ઓપરેશન દ્વારા ગુજરાતની જનતાનો અવાજ બનીને શિક્ષણના નામે ચાલતી આ લૂંટને બેનકાબ કરી છે. આ ખુલાસાએ ન માત્ર આકાશ અને એલન જેવી સંસ્થાઓની પોલ ખોલી છે, પરંતુ શાળાઓ અને શિક્ષણ વિભાગની મિલીભગતને પણ ઉજાગર કરી છે. અમદાવાદના લોકોનો સંદેશ સ્પષ્ટ છે: “શિક્ષણમાં ધંધો નહીં, ન્યાય જોઈએ!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એલન સાથેની સાંઠગાંઠમાં સુરતમાં સંડોવાયેલી સ્કૂલોની તપાસ કરીશુઃ ડીઇઓ

આ પણ વાંચો:ગુજરાતમાં હેલ્મેટ કૌભાંડ: ટ્યુશન જતા વિદ્યાર્થીઓની જીવ લે તેવી બેદરકારી