@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુસંધાને વેજલપુર પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જે ડ્રાઈવ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જુહાપુરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાસે એક ઈનોવા કારમાં બે ઈસમો કેટલોક ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો રાખી જુના વેજલપુર પોલીસ સ્ટેશન પાછળ ખુલ્લા મેદાનમાં તે દારૂનાં જથ્થાને સગેવગે કરવાની તૈયારીમાં છે.

વેજલપુર પોલીસે ખુલ્લા મેદાનમાં જોતા આ ગાડી મળી આવી હતી અને ગાડીમાં બંને ઈસમો દરવાજો ખૂલ્લો રાખીને દારૂ સગેવગે કરતા જોવા મળ્યા હતા. પોલીસે બંને ઈસમોને પકડી તેમની પૂછપરછ કરતાં એક ઈસમનું નામ મોઈન શેખ તેમજ અન્ય યુવકનુ નામ મુનીર સૈયદ અને બંને જુહાપુરાના રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસે ગાડીમાં ચકાસણી કરતા વિદેશી દારૂ ભરેલી 10 પેટીઓ મળી આવી હતી.. જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની 361 બોટલો જેની અંદાજીત કિંમત અંદાજે 1 લાખ 50 હજારથી વધુ થાય છે સાથે બે મોબાઇલ ફોન અને 3 લાખ 60 હજારની ની કિંમતની ઈનોવા કાર સહિત 5 લાખ 6 હજાર 260નો લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
weapon / રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા
પોલીસે આ મામલે દારૂ આપનાર અને દારૂ પહોંચાડનાર બે શખ્સો સામે પણ ગુનો નોઁધ્યો છે.. જેમાં જુહાપુરાના મહંમદ ઉર્ફે વાસુ શેખ અને મુસ્તુફા ઉર્ફે સમીર કઠિયારાની સામે પણ ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી તેજ કરી છે..
