- આરોપી મહારાષ્ટ્ર માં હોવાની માહિતી મળતા કરી ધરપકડ
- વોન્ટેડ આરોપી જયવીર સિંહ જાડેજાને ઝડપી પાડયો
- ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા આરોપી કરાઈ ધરપકડ
@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
મુન્દ્રાના ચકચારી કસ્ટોડિયલ ડેથ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી ને ઝડપી પાડયો છે. મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલા પછી જયવીરસિંહ જાડેજા ફરાર થઈ ગયો હતો. જેમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કચ્છ (પશ્ચિમ) લોકલ ક્રાઈમ બ્રાંચ ના સંયુક્ત ઓપરેશનમાં વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે.
weapon / રાજ્યમાં ચૂંટણી પહેલા 15 હજાર હથિયાર જમા થયા છે: આશિષ ભાટિયા
સમાઘોઘા માં પૂર્વ સરપંચ રહી ચૂકેલ આરોપી જયવીરસિંહ જાડેજા કસ્ટોડિયલ ડેથની ઘટના બાદ નાસતો ફરતો હતો. જેની હકીકત બહાર આવતા પોલીસે બાતમીના આધારે ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા. જેમાં મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે આરોપી છુપાયો હોવાની હકીકત મળતા પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વોન્ટેડ આરોપ જયવીરસિંહ જાડેજા ને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આરોપીઓ વોન્ટેડ હતો તે દરમિયાન કોના કોના સંપર્કમાં હતો અને કઈ કઈ જગ્યાએ છુપાયો હતો તે જાણવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
