Rajkot News: રાજકોટના કાંગશિયાળી ગામમાં રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નકલી દવાઓ બનાવતી અને વેચતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે ₹7.80 લાખની કિંમતની નકલી દવાઓ, સ્ટીકરો અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી અને ફેક્ટરી મેનેજરની ધરપકડ કરી હતી.
યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડની ડુપ્લીકેટ દવાનું વેચાણ કરાતું
રાજકોટના (Rajkot) કાંગશિયાળી ગામમાં ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નંબર 11 પરના શેડમાં ગેરકાયદેસર દવાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. ફેક્ટરીમાં યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, સિંજેન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને બેયર ક્રોસસાઇસ જેવી પ્રખ્યાત કંપનીઓના નામ ધરાવતા સ્ટીકરોનો ઉપયોગ કરીને નકલી દવાઓ (Counterfeit medicines) વેચવામાં આવી રહી હતી. નોઇડા સ્થિત એક કંપનીના તપાસ અધિકારીને આ નકલી દવાઓના વેચાણની માહિતી મળી હતી, અને તેમણે રાજકોટ પોલીસને જાણ કરી હતી.
ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા
માહિતીના આધારે, પોલીસે તપાસ કરી હતી, અને રૂરલ SOG ની એક ટીમે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ફેક્ટરી મેનેજર દર્શન ગધદરાની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ અમરેલીનો રહેવાસી દર્શન ગધદર આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. પોલીસે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી દવાઓ, નકલી સ્ટીકરો અને અન્ય સાધનો જપ્ત કર્યા હતા.
3 કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ દવાનું વેચાણ કરાતું
આ ફેક્ટરીમાં ઉત્પાદિત નકલી દવાઓ પ્રતિષ્ઠિત કંપનીઓના લેબલનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવતી હતી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. ખેડૂતો અને અન્ય ગ્રાહકો દ્વારા ખેતી કે અન્ય હેતુઓ માટે નકલી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી, આવી દવાઓ આર્થિક નુકસાન ઉપરાંત પર્યાવરણીય અને આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે.રાજકોટ ગ્રામીણ SOG એ આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરી અને ફેક્ટરીને સીલ કરી દીધી. જપ્ત કરાયેલી વસ્તુઓની તપાસ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં બનાવટી કેટલી દવાઓ જપ્ત કરાઈ
રાજ્યનું ખોરાક તથા ઔષધ નિયામક તંત્ર અને કેન્દ્ર સરકારનું CDSCO દવા વ્યવસાયમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે સતત મોનીટરીંગ કરે છે.જેથી કરીને રાજ્યના નાગરીકોના જાહેર આરોગ્ય સાથે લેભાગુ તત્વો દ્વારા દવાના ઉત્પાદન અને વેચાણમાં ગેરરીતી કરીને લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે નહી.
છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં બનાવટી દવાઓ / કોસ્મેટીક બનાવટો અટકાવવા માટે દરોડા પાડીને આશરે 6 કરોડ થી વધુની દવાઓ / કોસ્મેટીક બનાવટો જપ્ત કરવામાં આવી. જેમાં આશરે 75 વ્યક્તિ / પેઢીઓ સંડોવાયેલી જોવા મળી હતી જેની સામે કાર્યવાહી કરાઇ. જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં આવી બનાવટી દવાના ખરીદ વેચાણ સંગ્રહના માન્ય પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનો સમુહ જોડાયેલ હોય છે તથા તપાસમાં એ પણ જાણવા મળેલ છે કે મોટાભાગના કિસ્સાઓમાં બનાવટી દવાઓ રાજ્ય બહારથી આવતી હોય છે.
અત્રે ઉલ્લેખની છે કે, ગુજરાત ભારતના ફાર્મા ઉદ્યોગમાં અગ્રણિય રાજ્ય છે. રાજ્યમાં 5000 કરતાં વધારે દવાના ઉત્પાદકો અને 55000 કરતાં વધારે રિટેલ/હોલસેલ દુકાનો લાયસન્સ સાથે કાર્યરત છે.
રાજ્યમાં નકલી/સ્પુરીયસ/બનાવટી દવાઓ આવતી અટકે અને આવે તો તુરંત પકડી શકાય તેના માટે રાજ્ય સરકાર વડોદરાની હાલની કાર્યરત એન.એ.બી.એલ. પ્રમાણીત લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. તથા On site Testing (સ્થળ પર જ ટેસ્ટીંગ) ને વધુ ઘનીષ્ઠ કરવા અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ડિવાઇસ (રમણ સ્પેક્ટ્રોમીટર વીથ એડવાન્સ ટેકનોલોજી) ના 10 સેટ પણ ખરીદવા જઈ રહી છે.
આ પણ વાંચો:રાજકોટના કોળી સમાજના અગ્રણી જયેશ ઠાકોરની ધરપકડ, યુવતી સાથે દગો કરી દુષ્કર્મ ગુજાર્યું આક્ષેપ
આ પણ વાંચો:દસાડા તાલુકામાં ચુંવાળીયા કોળી સમાજ કોંગ્રેસથી ખફા: નવાજૂનીના એંધાણ
આ પણ વાંચો:રાજકોટમાં કોળી સમાજના સંત ઋષિભારતી બાપુનું વિવાદિત નિવેદન
