- સુરતમાં એપલ કંપનીનાં કરાયા MOU
- સુરતની હીરા-એન્જિનિયરિંગ કંપની સાથે કરાર
- ટૂંક જ સમયમાં શરૂ કરાશે પ્રોડકશન
- આઇફોનનાં સ્પેરપાર્ટ ચીન નહીં સુરતમાં બનશે
- એપલે ચીન બાદ સુરતમાં પસંદગી ઉતારી
- એપલના એરપોડ્સ પણ ભારતમાં બનશે
- 2025 સુધી આઇફોનનાં તમામ મોડલ ભારતમાં બનશે
એપલ દ્વારા સુરતની હીરા એન્જિનિયરિંગ કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. જે અનુસાર હવે એપલના પાર્ટસ ભારતમાં બનશે. ટૂંક સમયમાં જ તેનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. એપલે ચીનની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ સુરત ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
એપલ મોબાઈલમાં વપરાતા સ્પેરપાર્ટ હવે સુરતમાં બનશે. સુરતની હીરા એન્જિનિયરિંગ કંપની સાથે સંકળાયેલી જાણીતી કંપનીએ એપલ સાથે આ મુદ્દે કરાર કર્યો છે. જેમાં સુરતની કંપની એપલ કંપનીના મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ એન્જિનિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરશે. ચીનમાં સ્પેરપાર્ટ્સ બનાવતી કંપની સાથે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ એપલ કંપની દ્વારા સુરતની એન્જિનિયરિંગ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.
એપલ દ્વારા સ્પેરપાર્ટ્સના ઉત્પાદન માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વિશ્વની વિવિધ કંપનીઓ દ્વારા ટેન્ડરો પણ ભરવામાં આવ્યા હતા. જેમાં સુરતની એક હીરા એન્જિનિયરિંગ કંપનીને આ ટેન્ડર લાગ્યું છે. સુરતની કંપનીના ભાવ સહિતની શરતોને ધ્યાનમાં લઈને એપલે સુરતની કંપની સાથે એમઓયુ કર્યા છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોમવારે કહ્યું કે Apple કોર્પોરેશન એરપોડ્સનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરી રહ્યું છે.
