ગોલ્ડ કોસ્ટ,
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતીય ખેલાડીઓ વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા છે. ભારતની મેન્સ ટેબલ ટેનિસની ટીમે નાઈજીરિયાને ૩-૦થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા ૧૦ મીટર એર રાઈફલમાં જીતુ રાયે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જયારે રવિવારે મહિલાઓની ટેબલ ટેનિસની ટીમ પણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી.
India's men match their women's feat by becoming #GC2018TableTennisteam champions, beating Nigeria 3-0 to great #History at @GC2018. pic.twitter.com/o8JUoOneM7
— World Table Tennis (@WTTGlobal) April 9, 2018
મેન્સ ટેબલ ટેનિસની ફાઈનલની સિંગલ વર્ગમાં અચંત શરત કમલે નાઈજીરિયાના બોડ એબિઓડુનને ૩-૧ (૪-૧૧, ૧૧-૫, ૧૧-૪, ૧૧-૯)થી હરાવ્યો હતો. જયારે શાથિયાન ગણેશકરને સેગુન તોરિઓલાને ૩-૧ (૧૦-૧૨, ૧૧-૩, ૧૧-૩, ૧૧-૪)થી હરાવ્યો હતો અને ભારતે ૨-૦ની લીડ મેળવી હતી.
જયારે ટેબલ ટેનિસની અંતિમ મેન્સ ડબલની મેચમાં હાર્મિત દેસાઈ અને સાથિયાન ગણેશકરનની જોડીએ નાઈજીરિયાના એબિઓડુન અને ઓલાજીદી ઓમોટોયોની જોડીને ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.
