કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૮ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:
આજે ૮ ડિસેમ્બર ૨૦૨૫ સોમવાર અને માગશર વદ ચોથ છે, આજે ચંદ્રની રાશિ કર્ક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે પુષ્ય નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૮ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૩ કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરવો
આજનો દિવસ આધ્યાત્મિક શક્તિ, મનોબળ અને આત્મવિશ્વાસથી ભરેલો સાબિત થઈ શકે છે. ખાસ કરીને જેઓ મહા મૃત્યુન્જય મંત્રનો જાપ કરે છે, તેમના જીવનમાં આજે સકારાત્મક પરિવર્તન અને અણધાર્યા સારા સમાચાર જોવા મળી શકે છે.
મહા મૃત્યુન્જય મંત્ર—
“ૐ ત્ર્યંબરં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્।
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥”
આ મંત્ર મન, શરીર અને આત્માને શાંતિ આપે છે, ભય દૂર કરે છે અને શુભ ફળોમાં વધારો કરે છે. ચાલો હવે જાણીએ આજનો દિવસ તમામ રાશિઓ માટે કેવો રહેશે…
ચોથની સમાપ્તિ : બપોરે ૦૪:૦૦ સુધી.
- તારીખ:- ૦૮-૧૨-૨૦૨૫, સોમવાર / માગશરવદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૮ થી ૦૮:૨૮ |
| શુભ | ૦૯:૪૯ થી ૧૧:૧૦ |
| લાભ | ૦૩:૧૨ થી ૦૪.૩૨ |
| અમૃત | ૦૪:૩૨ થી ૦૫:૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૨ થી ૧૨:૩૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધન સંબંધી કાર્ય ઉકેલાય.
- રોકાણ કરવાથી લાભ થાય.
- મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે.
- આવકમાં વધારો થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
- જમીન મકાનથી ફાયદો થાય.
- નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- ખોટા વિચારો ન કરવા.
- ધાર્મિક કાર્ય થાય.
- કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ મળે.
- મનમાં સંતોષ રહેશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- નવી નોકરીની વાત આવે.
- ગયેલું વ્યક્તિ પાછુ આવે.
- કામમાં બિનજરૂરી વિલંબ થાય.
- તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરવો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- કોઈ પર વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- નવી શરૂઆત થાય.
- સગા સબંધીથી સાચવવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- બેદરકારી ન રાખવું.
- તમારા માટે પૂરતો સમય મળે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મોજ મજામાં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- બલીનો બકરો ન બનવું.
- રોજગારની શોધમાં અહીં-તહીં ફરવું પડશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણમાંથી લાભ થાય.
- આવડતથી ફાયદો થાય.
- કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નોકરીમાં બોસ સાથે દલીલબાજી થાય.
- તમારા ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખવું પડશે.
- તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ થાય.
- લોન લેવાની જરૂર પડી શકે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
- મન ખૂબ જ પરેશાન રહેશે.
- લોકોના સપોર્ટની જરૂર પડશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામનો બોજો ઓછો થાય.
- તમને દગો મળી શકે.
- તમારી લાગણીઓને ઠેસ પહોચાડે.
- જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની ચિંતા રહેશે.
- માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
- સંતાનની પ્રગતિ થશે.
- સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
આ પણ વાંચો: ચાંદીના દાગીના પહેરવાના શું ફાયદા થાય છે? ધાર્મિક તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ છે તેનું આગવું મહત્વ
આ પણ વાંચો: વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
