Cricket News : પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. કેપ્ટન ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના નેતૃત્વમાં પાક. ટીમ 5 મેચોમાં T 20 સિરિઝ રમશે. પણ આ સિરિઝની પ્રથમ મેચના એક દિવસ અગાઉ શાહીન શાહે ઓસ્ટ્રેલિયા પર ગજબનો આરોપ મૂક્યો છે. હાલમાં જ, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ટેસ્ટ મેચમાં ક્લિન સ્વીપ કર્યું હતું.

ગયા વર્ષે ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ યોજાયો હતો. પાકિસ્તાનને આ પસંદ ના આવ્યું. વગર કારણે દરેક હાર બાદ હરીફ ટીમ પર અજીબોગરીબ આરોપો લગાવતું આવ્યું છે. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની મેચમાં ખરાબ પ્રદર્શન પછી તે બહાર થઈ ગઈ હતી.
વર્લ્ડ કપમાં ભારત પર બોલમાં ચિપ લગાવવાનો આરોપ…
વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતીય ટીમ પર વાહિયાત અને આધાર વિનાનો આરોપ મૂક્યો હતો. તેમની ટીમના પૂર્વ ક્રિકેટર હસન રજાએ કહ્યું હતું કે કદાચ ભારતીય ટીમને સ્પેશિયલ બોલ આપવામાં આવ્યો હોય. બોલમાં ચિપ લગાવેલી છે તે સુધીનું કહી દીધું હતું. તે સિવાય પાકિસ્તાનના લોકોએ સોશિયલ મીડિયા પર બરાબરનો ટ્રોલ કર્યો હતો.

મોહમ્મદ શમીએ પણ હસન રજા સહિતના પાકિસ્તાનીઓને સુધરી જવાની સલાહ આપી હતી. શમીએ કહ્યું હતું કે, “શરમ કરો મિત્રો… રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નહીં કે ફાલતુ વસ્તુઓ પર. ક્યારેક તો બીજાની સફળતાનો આનંદ માણવો જોઈએ.”
ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી T 20 સિરિઝમાં પોતાના આપેલા વિવાદિત નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ઓકલેન્ડમાં રમાનારી પ્રથમ મેચમાં શાહીન શાહે ઓસ્ટ્રેલિયા પર ગજબનો આરોપ મૂક્યો છે.
ઓસ્ટ્રેલિયા બોર્ડ પર મૂક્યો ગંભીર આરોપ
પાક. સુકાની જણાવે છે કે ઈમાનદારીથી કહું તો જ્યારે અમે બોલિંગ કરતા હતા ત્યારે સાઈન બોર્ડ જોતા હતા. કે હજુ અમે (ઝડપના મામલે) અહીં જ છીએ? કેમ કે ખબર જ નથી કે જે શરૂઆતથી જ બોલિંગ કરી રહી છે એ આટલું જોર લગાવીને 132-133 પર આવે છે. અમે પોતે જ હેરાન છીએ. શું ખબર કે પહેલેથી જ નક્કી થયું હોય કે આટલી સ્પીડથી વધુ નહીં થાય.
આ પણ વાંચો:Stock Market/શેરબજારની આજે ધમાકેદાર શરૂઆત થઈ, સેન્સેક્સ 72,148 અને નિફ્ટી 21,773 ના સ્તર પર ખુલ્યો
આ પણ વાંચો:Union Budget/2024નું બજેટ કેવું રહેશે? મહિલાઓ, યુવાનો માટે સરકાર શું નવી નીતિ લાવશે…
