Not Set/ વિવાદનો વોટર પાર્ક: મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, કલેક્ટર દ્વારા અપાયા તપાસના આદેશ

આણંદ, તા. 8મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જ હસ્તે દેશના સૌથી વિશાળ વોટર પાર્કનું ઉદ્દઘાટન કર્યું હતું. એક તરફ રાજ્યના હજારો ગામડાઓને પીવાનું પાણી નથી મળી રહ્યુ, ત્યારે આણંદના વિશાળ વોટરપાર્કમાં મોજમસ્તી માટે પાણીનો વેડફાટ થશે. પાણી બચાવોની ઝુંબેશ લગભગ સરકાર ચલાવી રહી છે પરંતુ તે ઝુંબેશ માત્ર બાહ્ય દેખાવ ખાતર હોય તેવુ હાલ […]

Top Stories

આણંદ,

તા. 8મી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જ હસ્તે દેશના સૌથી વિશાળ વોટર પાર્કનું ઉદ્દઘાટન કર્યું હતું. એક તરફ રાજ્યના હજારો ગામડાઓને પીવાનું પાણી નથી મળી રહ્યુ, ત્યારે આણંદના વિશાળ વોટરપાર્કમાં મોજમસ્તી માટે પાણીનો વેડફાટ થશે. પાણી બચાવોની ઝુંબેશ લગભગ સરકાર ચલાવી રહી છે પરંતુ તે ઝુંબેશ માત્ર બાહ્ય દેખાવ ખાતર હોય તેવુ હાલ દેખાઈ રહ્યુ છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ આ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

આણંદમાં વિવાદમાં આવેલા વોટર પાર્કને લઈને મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા પડ્યા છે. એક જમીનને NA કરીને અન્ય જમીન પર પણ બાંધકામ કરી દેવાયાનો અહેવાલ પ્રસારીત કરાયા બાદ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે મહીસાગરના કિનારે કરોડોના ખર્ચે વોટરપાર્ક બનાવવામાં આવ્યો છે. પરંતુ આ વોટરપાર્કની જમીનની મંજૂરી મુ્દ્દે સરકારી ભ્રષ્ટાચાર થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જમીનમાં માત્ર એક જ જમીનની NA કરાવીને બાકીની બીજી અન્ય ખેતીલાયક જમીનમાં વોટરપાર્ક બનાવવાનું કામ યુદ્ધતાના ધોરણે ચાલી રહ્યું છે. આણંદના મહિસાગરના કિનારે થનાર વોટર પાર્ક માટે પાણીનો સ્ત્રોત મહી નદી હશે અથવા બોર દ્વારા વોટરપાર્ક ભરવામાં આવશે.

આ વોટરપાર્ક દેશનો સૌથી મોટો  1370 ગુંઠાનો વોટરપાર્ક છે અને એડવેન્ચર પાર્ક પણ અહીં ખુલ્લું મુકાશે. પરંતુ 160 નંબરની એક જ જમીનનો સર્વે કરીને તેનો NAનો હુકમ મેળવી બીજી જમીનોને બિનખેતી કર્યા વગર જ આ વોટર પાર્ક ત્યાં બની રહ્યો છે. જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે તંત્રના મોટા અધિકારીઓએ પણ મૌન ધારણ કરી લીધું છે. તો કોંગ્રેસના નેતાઓએ આ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

આ મામલે એક પણ ભાજપી નેતા સામે આવી નથી રહ્યા. પાણી માટે ત્રસ્ત ખેડૂતોની રૂપાણી સરકારને કોઈ જ ચિંતા ના હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે. નજીકના ગામના લોકોએ આ બાબતે નારાજગી દર્શાવી છે. ખેડૂતના સંઘો દ્વારા પણ આકરી ટીકા કરવામાં આવી રહી છે.પરંતુ વોટરપાર્ક મા કેટલાક મોટા માથાઓની મિલીભગત હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે.