દિલ્હી,
રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગુરૂવારની વહેલી સવારે વરસાદ અને ઠંડી સાથે થઇ હતી. એનસીઆરમાં સવારે 05.30 વાગ્યાથી થઇ રહેલો વરસાદે વાતાવરણમાં ઠંડી વધારી દીધી છે. રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં થોડો થડો વરસાદનો સિલસિલા ચાલુ છે, નોઇડામાં ઘણા સ્થળોએ વહેલી સવારે અંધારા સાથે થઇ. ધીમો અને અને સતત આવી રહેલ વરસાદમાં રસ્તાઓ પર ચલાવું ખૂબ મુશ્કેલ છે. ઘણા સ્થળોએ અંધારું એટલું વધારે રહ્યું કે વાહનોની લાઈટ ચાલુ કરીને લોકો ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા.
વરસાદ અને ધુમ્મસની અસર રેલમાર્ગ પર પણ જોવા મળી. ધુમ્મસના લીધે ઘણી ટ્રેનોને લેટ થવાના પણ સમાચાર છે. દિલ્હી તરફ આવનારા 10 ટ્રેનો લેટ ચાલી રહી છે.
દક્ષિણ દિલ્હીના આઈએનએ વિસ્તારનો નજરો કંઈ આવો જોવા મળ્યો.

તો દિલ્હીના વિજય ચોકનો નજરો કંઈ આવો જોવા મળ્યો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ આગામી થોડા કલાકો સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગએ પણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
