kodinar/ કલેકટરદિગ્વિજયસિંહ જાડેજાની દબાણ દૂર કરવાની કાર્યવાહી યથાવત

કોડિનાર તાલુકાનાં ઘાંટવડ ગામે ૭ કરોડ ૪ લાખની જમીન પરનું દબાણ ખુલ્લુ

Top Stories Gujarat

Gir Somnath news :  આજરોજ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અંતર્ગત આજરોજ ૧૫ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ કુલ ૧૧૪૧૧૬ ચો.મી. કિંમત આશરે રૂ. ૭ કરોડ ૪ લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી. હજુ દબાણ ખુલ્લું કરવાની કામગીરી ચાલુ રહેશે.

કોડિનાર તાલુકાનાં ચૌહાણ ની ખાણ ગામે બદાવડી- ઉમરાડી નામે ઓળખાતી સીમતળમાં તા.૨૮ અને ૨૯ ના રોજ ૨૬૦૦ ચો.મી. પરની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે જેની બજાર કિંમતની રૂ.૫૨/- લાખ થવા જાઈ છે.

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે તપોવન વિદ્યાલય નો કુલ કબજો ૧૪૦૦૦ ચો.મી નો હતો જેમાં ગેરકાયદેસર ૧૦૨૯૭ ચોરસ મીટરનો અંદાજીત 2 કરોડ 5 લાખની કિંમતનું દબાણ કરેલ હતું . જે પૈકી તપોવન સ્કૂલ દ્વારા સ્વેચ્છાએ ગઈકાલે તા.૨૮/૦૮/૨૦૨૪ના રોજ ૧૦૫૦ ચોરસ મીટરનું અંદાજિત ૨૧ લાખ રૂપિયાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ તેમજ આજરોજ ૧૧૮૦ ચોરસ મીટરનું અંદાજીત ૨૩,૬૦,૦૦૦/- ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલ છે. આમ કુલ ૨૨૩૦ ચો.મી. નું અંદાજીત ૪૪,૬૦,૦૦૦/- ની કિંમતનું ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલ છે. તેમજ દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે.

આમ આજરોજ જિલ્લામાં કુલ ૧૧૭૮૯૬ ચો.મી. અને આશરે ૭ કરોડ ૮૦ લાખની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આર્મીની ટીમની વડોદરામાં યુદ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી

આ પણ વાંચો:વડોદરામાં વરસાદ બાદ મગરોનો ત્રાસ, ત્રણ કલાકની જહેમત બાદ 10 ફૂટ મગરનું કરાયું રેસ્ક્યું

આ પણ વાંચો:કચ્છમાં વરસાદે સર્જી તારાજી, સલાયાના દરિયામાં તણાયું જહાજ