Kutch News: કચ્છમાં મુશળધાર વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદને પગલે માંડવીના સલાયાનો દરિયા તોફાની બન્યો. વરસાદે આતંક મચાવતા સલાયાના નદીમાં લાંગરેલું જહાજ તણાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી ભરાતા નદી અને દરિયામાં મોટા ઉછળતા મોજાં જોવા મળી રહ્યા છે. પૂરની સ્થિતિએ અરાજકતા પેદા કરતા કિનારે લાંગારવામાં આવેલું મોટું જહાજ પણ તણાયું. માંડવીમાં ઉપરવાસમાં વરસાદના કારણે ઘોડાપુર આવ્યું.
અંજારમાં રાત્રિથી ફરી અવિરત વરસાદ ચાલુ થયો છે. ભારે પવન સાથે વરસાદ આવતા વૃક્ષો ધરાશાયી થયા છે તો ગામડામાં કાચા મકાનો હલવા લાગ્યા છે. અંજારના ગામડાઓમાં વરસાદના કારણે માર્ગો દેખાતા બંધ થતા ગ્રામજનો ઘરમાં રહેવા મજબૂર બન્યા. અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક ખોરવાયો. ભારે વરસાદને પગલે વીજ પુરવઠો ઠપ થયો. વીજળી ન હોવાથી મોબાઇલ ટાવર પણ ઠપ થયા. વરસાદની વચ્ચે નેટવર્ક ખોરવાતા લોકો સંપર્ક વિહોણા થયા.
ભુજનું આશાપુરા નગર બેટમાં ફેરવાયું. ભુજમાં ભારે વરસાદમાં એક આધેડ ફસાઈ ગયા. ફાયર ટીમની મદદથી આધેડનું રેસ્કયુ કરવામાં આવ્યું. વાવ ફળીયામાં પાણી ભરાતા લોકો ફસાયા. 78 વર્ષની ઉંમરના વ્યક્તિ ફસાતા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર ટીમે સવારે 6 વાગે રેસ્ક્યુ કર્યું. ભુજ ફાયર ટીમની સરાહનીય કામગીરી જોવા મળી. ધોધમાર વરસાદને પગલે વહીવટીતંત્ર દ્વારા લોકોને સુરક્ષિત જગ્યાએ જવા માટે સૂચના આપવામાં આવી. ભારે વરસાદની વચ્ચે હમીરસર તળાવ છલકાયું.
હમીરસર તળાવ ઓવરફલો ફલો થતા નગરપાલિકાના મહિલા અધ્યક્ષ વધામણાં કરશે. સતત ત્રીજા વર્ષે હમીરસર તળાવ છલકાતા કચ્છના લોકોને સમસ્યા દૂર થશે.ભુજમાં આશાપુરા નગર ઉપરાંત સંજોગનગર, ભારતનગર સહિતમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસી રહેલા ધોધમાર વરસાદે આતંક મચાવ્યો છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું, સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસાદ નોંધાયો
આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: રાજ્યમાં સીઝનનો 99 ટકા વરસાદ થયો, કચ્છમાં સૌથી વધુ 116 ટકા
