Kutchh News : કલેકટર અમિત અરોરાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ડ્રિપ ડ્રિપેશનના કારણે જિલ્લામાં સતત વરસાદ થઇ રહ્યો છે. ડિપ ડ્રિપેશન નોર્થ-ઇસ્ટર્નથી આજ રાત્રિના કચ્છ પરથી પસાર થઇને અરબ સાગર તરફ જશે જેના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શનમાં હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેકટર દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા અનુરોધ કરાયો છે.
આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હોવાથી તકેદારીના ભાગરૂપે કલેકટર દ્વારા નીચાણવાળા તથા જોખમી નદી, નાળા સહિતના વિસ્તારમાં નાગરિકોને ન જવા અનુરોધ કરાયો છે.
કલેકટર અમિત અરોરાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ડ્રિપ ડ્રિપેશનના કારણે જિલ્લામાં સતત વરસાદ થઇ રહ્યો છે. ડિપ ડ્રિપેશન નોર્થ-ઇસ્ટર્નથી આજ રાત્રિના કચ્છ પરથી પસાર થઇને અરબ સાગર તરફ જશે જેના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેના કારણે તકેદારીના ભાગરૂપે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જિલ્લાવાસીઓને તા.29 સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં, ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા ડેમો ઓવરફલો થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં ભારે વરસાદના પગલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી સંભાવના હોવાથી હોવાથી લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયા હોય તેવા સ્થળોએ અવરજવર ન કરવા સૂચન કર્યું હતું. ખાસ કરીને પાણી જોવા, પ્રવાસન સ્થળો તથા નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા તથા તમામ નાગરિકોને સર્તક અને સજગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે આગામી ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બેઠક બોલાવી હતી. જિલ્લા કલેકટરે કચ્છ જિલ્લામાં ડિપ ડિપ્રેશનની પરિસ્થિતિના લીધે અતિ ભારે વરસાદની આગાહી હોય તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
આ પણ વાંચો:દ્વારકા નજીક ભારતીય તટરક્ષક દળે 13 માછીમારોને બચાવ્યા
આ પણ વાંચો:વડોદરા દોડી આવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્મા
આ પણ વાંચો:મોરબીમાં ટ્રેક્ટર તણાતા મૃત્યુ પામેલાઓને ચાર લાખની સરકારી સહાય અપાશે