Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકામાં બારેમેઘ ખાંગા થયા છે. જામખંભાળિયામાં તો આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે રાજ્યના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. દરિયો ગાંડોતૂર થયો હતો. ઓખામાં ભારે કરંટ વચ્ચે એક બોટ ફસાયેલી હતી. આ બોટે મદદ માટેનો સંદેશો વહેતો કરતા ભારતીય તટરક્ષક દળે તેમને બચાવ્યા હતા. આ બોટમાં સવાર 13 માછીમારોને મોતના મુખમાંથી કોસ્ટગાર્ડ દ્વારા મધરાતે બચાવ્યા હતા.
@IndiaCoastGuard executed an unprecedented swift night operation, rescuing 11 lives in a coordinated sea-air #SAR mission. The MV ITT PUMA sank 90 nautical miles south of #SagarIsland en route from #Kolkata to #PortBlair. #ICG Ships Sarang and Amogh braving rough seas, in… pic.twitter.com/sbSjzixU1U
— Indian Coast Guard (@IndiaCoastGuard) August 26, 2024
તોફાની દરિયામાં કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરીને આ માછીમારોનો જીવ બચાવ્યો હતો. ભારે પવના અને કરંટના કારણે દરિયો ખેડવાની તંત્રે ચેતવણી આપી છે. હાલ રેસ્ક્યુ કરાયેલા 13 માછીમારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં ડિપ્રેશન અંગે ભારતીય તટરક્ષક દળે પહેલેથી જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી જારી કરી છે. આમ છતાં પણ માછીમારોએ દરિયો ખેડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કાર્યકરોને અપીલ
આ પણ વાંચો: સુરતમાં પાણી ભરાવવાનું કારણ, જળસ્ત્રોતો પર અતિક્રમણ
આ પણ વાંચો: નવા સંસદ ભવનમાં ઘૂસી ગયા પાણી, જ્યારે ઉઠ્યા સવાલો,જાણો લોકસભા સચિવાલયે શું આપ્યો જવાબ?