Ahmedabad News/ PM મોદીની અપીલ બાદ અમદાવાદ મેટ્રો હવે રાત્રે 11 વાગ્યા સુધી દોડશે

અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro) શહેરના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ વિસ્તારોને જોડતી મહત્વની જાહેર પરિવહન સેવા બની રહી છે

Gujarat Top Stories Ahmedabad Breaking News
શહેરમાં વધતી મુસાફરોની સંખ્યા અને રાત્રિના સમય દરમિયાન પરિવહનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro)ના સમયમાં વધારો કરવામાં આવ્યો છે

Ahmedabad News : અમદાવાદ શહેરના લાખો મુસાફરો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. PM મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ બચત અને કાર્યપદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને મેટ્રો ટ્રેનનો સમય વધારવામાં આવ્યો છે. લોકો વાહનનો ઉપયોગ ઓછો કરે અને મેટ્રો ટેર્નમાં મુસાફરી કરે તે માટે તે માટે પણ આ નિર્ણય લેવાયો છે.

તે સિવાય શહેરમાં વધતી મુસાફરોની સંખ્યા અને રાત્રિના સમય દરમિયાન પરિવહનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો (Ahmedabad Metro)ના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ મેટ્રો સેવા રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.


આ પણ વાંચો : દિવાળી દરમિયાન અમદાવાદ મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો

આ પણ વાંચો : અમદાવાદમાં IPLની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન મોડે સુધી દોડાવવામાં આવશે

આ પણ વાંચો : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આ 2 તારીખે યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં મોટા ફેરફાર