Surat News/ સુરત-તાપી પશુપાલકો માટે કિલોફેટ દૂધ પર રૂ.120ના બોનસની સુમુલ ડેરીની જાહેરાત

સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ (Sumul Dairy) કિલોફેટ દૂધ પર રૂ. 120ના બોનસની જાહેરાત કરી છે. આના પગલે સુમુલ ડેરી બોનસ પેટે રૂ. 425 કરોડ ચૂકવશે.પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ. 1,020 સુધીનો ભાવ મળશે. સુમુલ ડેરીના નિર્ણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક રાહત થઈ છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ (Sumul Dairy) કિલોફેટ દૂધ પર રૂ. 120ના બોનસની જાહેરાત કરી છે. આના પગલે સુમુલ ડેરી બોનસ પેટે રૂ. 425 કરોડ ચૂકવશે.પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ. 1,020 સુધીનો ભાવ મળશે. સુમુલ ડેરીના નિર્ણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક રાહત થઈ છે. પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ સુમુલ ડેરીના નિર્ણયને આવકાર્યો છે. તેમણે તેને પશુપાલકોના હિતમાં લેવાતો નિર્ણય ગણાવ્યો છે.

સુમુલ ડેરી (Sumul Dairy) એ સ્થાપ્યો નવો માપદંડ

સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને ગયા વર્ષે પ્રતિ કિલોફેટે રૂ. 870ની ચૂકવણી કરવામાં આવી હતી. તેના પછી બીસીયુ ફેટફેર અંદાજે રૂ. 30 ભાવ ફેર પેટે આપવામાં આવ્યા હતા. કિલોફેટ દૂધમાં 120 રૂપિયા મળીને પશુપાલકોને પ્રતિ કિલોફેટે રૂ. 1,020 મળશે તેમ જણાવાયું હતુ. આ સાથે સુમુલ ડેરીએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા પશુપાલકોને પ્રતિ કિલોફેટે ચૂકવાતી રકમ સૌથી વધુ છે.

દૂધના કારોબારીઓને મળશે વેગ

સુમુલ ડેરીનું આ પગલું દૂધના કારોબારમાં સંકળાયેલા લાખો કારોબારીઓ માટે રાહત રૂપ આપનારું જ નહીં પણ તેમની આર્થિક સમૃદ્ધિ વધારતું પગલું છે. સહકારી ક્ષેત્રમાં સુમુલ ડેરીએ લીધેલું આ પગલું બીજી ડેરીઓ માટે જાણે એક મોટો માપદંડ બની ગયું છે. બીજી ડેરીઓએ આગામી દિવસમાં તેને અનુસરવાની ફરજ પડી શકે છે.આમ સુરતની સુમુલ ડેરી પશુપાલકોને રૂ. 425 કરોડનીચૂકવણી કરશે.

પશુપાલકોના ખાતા છલકાશે

સુમુલ ડેરીના નિર્ણયના લીધે પશુપાલકોના ખાતા છલકાશે. આગામી જૂન મહિનામાં આ રકમ પશુપાલકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ જાહેરાતના લીધે ગ્રામીણ સ્તરે પશુપાલકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમનું માનવું છે કે પારદર્શક વહીવટના કારણે તેમને આ ચૂકવણી થઈ રહી છે.

સુમુલના આ નિર્ણયને પૂર્વ ડિરેક્ટર અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે આવકાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ હરોળનું બોનસ આપીને સુમુલે સાબિત કર્યુ છે કે તે પશુપાલકોના હિત માટે પ્રતિબદ્ધ છે. 1000 રૂપિયાથી વધુનો ભાવ મળવો તે પશુપાલકો માટે રાહતની વાત છે. આના પરથી બીજી ડેરીઓના સંચાલકો પણ કંઇક શીખશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો : સુમુલ ડેરી બની રાજકીય અખાડો, 75 વર્ષમાં પ્રથમ વખત કસ્ટોડિયનની નિમણૂક, બોર્ડની મુદત પૂર્ણ

આ પણ વાંચો : સુમુલ ડેરી કૌભાંડમાં ભૂતપૂર્વ ચેરમેન રાજુ પાઠક સામે નવસારી રજિસ્ટ્રાર કરશે તપાસ

આ પણ વાંચો : સુમુલ ડેરીમાં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા