Bharuch news/ ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના

ગ્રામ્ય વિસ્તારમાં યુવતી પર આચરાયું દુષ્કર્મ

Gujarat

Bharuch News : ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારની યુવતી સાથે દુખર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીઓએ યુવતીને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે જંબુસર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધ્યો છે. બહેનના ઘરની બહાર યુવતીને ફેંકી આરોપીઓ પલાયન થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેને પગલે યુવતીને ગંભીર હાલતમાં જંબુસર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

હાલત ગંભીર જણાતા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજીતરફ જંબુસર પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક, ભાવનગર સર ટી હોસ્પિટલમાં સિક્યોરિટી વધારાશે

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેન્ક ભરતી કૌભાંડ મુદ્દો ગરમાયો, બેન્ક ડિરેક્ટર અને કર્મચારીઓ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ

આ પણ વાંચો: ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો કથિત વીડિયો વાયરલ, જુઓ