Patan News/ પાટણમાં BU પરમિશન મુદ્દે રાજકીય ઘમાસાણ

ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે બસ પોર્ટને નિયમોનું પાલન કર્યા વિના અને માત્ર એક જ દિવસમાં સ્થળ નિરીક્ષણ દર્શાવી BU પરમિશન (BU Permission)આપવામાં આવી હતી

Gujarat Others
પાટણ (Patan)ના નવા બસ પોર્ટને અપાયેલી BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન BU Permission)નો વિવાદ હવે વહીવટી મુદ્દાથી આગળ વધીને રાજકીય અને કાનૂની જંગમાં ફેરવાઈ રહ્યો છે

Patan News : પાટણ (Patan)ના નવા બસ પોર્ટને અપાયેલી BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન BU Permission)નો વિવાદ હવે વહીવટી મુદ્દાથી આગળ વધીને રાજકીય અને કાનૂની જંગમાં ફેરવાઈ રહ્યો છે. જિલ્લા સંકલન બેઠક બાદ ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

એક જ દિવસમાં સ્થળ નિરીક્ષણ દર્શાવી BU પરમિશન (BU Permission)આપવામાં આવી હતી

ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે બસ પોર્ટને નિયમોનું પાલન કર્યા વિના અને માત્ર એક જ દિવસમાં સ્થળ નિરીક્ષણ દર્શાવી BU પરમિશન (BU Permission)આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સ્થળ તપાસ સંબંધિત દસ્તાવેજો પર ચીફ ઓફિસરની સહી હોવા છતાં વિવાદ ઉભો થતાં સમગ્ર જવાબદારી આર્કિટેક્ટ પર ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આક્ષેપોના જવાબમાં ચીફ ઓફિસર હિરલ ઠાકરે તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે બસ સ્ટેશન ઝડપથી કાર્યરત થાય તે હેતુથી ‘ગુડ ફેથ’માં નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, ઓનલાઈન પ્રક્રિયામાં આર્કિટેક્ટ દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવતા તેનું લાયસન્સ રદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હિરલ ઠાકરે વધુમાં કહ્યું કે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને જો આવા નિવેદનો ચાલુ રહેશે તો તેઓ બદનક્ષીનો દાવો દાખલ કરશે. બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના આક્ષેપો પર અડગ રહી તપાસની માંગ કરી રહ્યા છે.

મામલાની વધુ એક ચર્ચાસ્પદ બાબત એ છે કે વિવાદમાં સંકળાયેલા આર્કિટેક્ટ પાલિકાના નિવૃત્ત સર્વેયરના પુત્ર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ સવાલો ઊભા થયા છે.

હાલ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર તરફથી તપાસ અને જરૂરી કાર્યવાહી અંગે સૌની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં કલેક્ટરની કાર્યવાહી અને સંભવિત કાનૂની લડત આ વિવાદને નવું વળાંક આપી શકે છે.


આ પણ વાંચો : ભાવનગરની માધવહિલ બિલ્ડિંગમાં ગેલેરી ધરાશાયી થવાનો મામલો, મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ કરવાનો આપ્યો આદેશ, BU પરમિશન રદ કરવામાં આવી, 56 ફ્લેટના ગ્રાહકો અને 70થી

આ પણ વાંચો : ફાયર સેફ્ટી એક્ટની અમલવારીનો વિવાદ,  HCમાં એડવોકેટ જનરલનું નિવેદન,  ફાયર સેફ્ટી NOC,BU વિનાની ઇમારતો સામે કાર્યવાહી,  BU પરમિશન મળી શકે નહીં તે ઇમારતોને સીલ કરાશે, 

આ પણ વાંચો : BU પરમિશન વિના ચાલતી 6 શાળાઓ સીલ, વિદ્યાર્થીઓ અને TET ઉમેદવારો ચિંતામાં