Business News/ કોણ સંભાળશે રિલાયન્સની કમાન? મુકેશ અંબાણીએ આકાશ, ઈશા અને અનંતને સોંપી જવાબદારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ(Mukesh Ambani) કંપનીના ઉત્તરાધિકારી પ્લાન અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ડેઈલી મેનેજમેન્ટ ટ્રાન્સફર અંતિમ તબક્કામાં છે અને આકાશ, ઈશા તેમજ અનંત કંપનીને નવી ઊંચાઈએ લઈ જશે.

Top Stories Business
Mukesh Ambani

RIL Succession Plan Updates: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ની એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં શેરહોલ્ડર્સને સંબોધિત કરતા ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના ઉત્તરાધિકાર પ્લાનને લઈને બહુ મોટો ખુલાસો કર્યો છે. અંબાણીએ સંકેત આપ્યો છે કે કંપનીમાં ડેઈલી મેનેજમેન્ટ ટ્રાન્સફરની પ્રક્રિયા લગભગ પૂરી થઈ ગઈ છે, જે દર્શાવે છે કે આ વિશાળ બિઝનેસ ગ્રુપમાં નવી પેઢીને સત્તા સોંપવાની પ્રોસેસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

ત્રણ શરીર, એક આત્મા અને જીવ છે રિલાયન્સ(Mukesh Ambani)

મુકેશ અંબાણીએ(Mukesh Ambani) જણાવ્યું કે તેમના ત્રણેય બાળકો – આકાશ, ઈશા અને અનંત રિલાયન્સના બોર્ડમાં પોતાના 3-3 વર્ષ પૂરા કરી ચૂક્યા છે અને હવે તેઓ મુખ્ય બિઝનેસ સેક્ટર્સનું નેતૃત્વ કરી રહ્યા છે. આકાશ અંબાણી ટેક બિઝનેસ (Jio) સંભાળે છે, ઈશા અંબાણી રિટેલ બિઝનેસ લીડ કરે છે અને અનંત અંબાણી(Mukesh Ambani) એનર્જી પોર્ટફોલિયોની કમાન સંભાળી રહ્યા છે. મુકેશ અંબાણીએ(Mukesh Ambani) ભારપૂર્વક કહ્યું કે, “મારા ત્રણેય બાળકો ત્રણ શરીર અને એક આત્મા છે, જેમની જાન રિલાયન્સ છે અને ભવિષ્યમાં આ કંપની ક્યારેય વહેંચાશે નહીં.” આ સાથે જ તેમણે અલગ-અલગ બિઝનેસ માટે 30 થી 40 વર્ષની વયના આશરે 500 યુવા લીડર્સને ટ્રેનિંગ આપી હોવાની માહિતી પણ શેર કરી હતી.

પોતાના રોલ અંગે સ્પષ્ટતા કરતાં 20 વર્ષની ઉંમરે બોર્ડમાં જોડાનારા મુકેશ અંબાણીએ કહ્યું કે, તેઓ હજુ પણ કંપનીમાં સંપૂર્ણ એક્ટિવ છે અને તેમનો વર્તમાન કાર્યકાળ April 2029 માં પૂરો થશે. ભૂતકાળમાં પિતા ધીરૂભાઈ અંબાણીના અવસાન બાદ અનિલ અંબાણી સાથે થયેલા વિવાદને યાદ રાખીને મુકેશ અંબાણીએ આ વખતે ખૂબ જ સુનિયોજિત રીતે આ ટ્રાન્ઝિશન પૂરું કર્યું છે.


આ પણ વાંચો:રિલાયન્સ પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશેઃ મુકેશ અંબાણી

આ પણ વાંચો:મુકેશ અંબાણીનું શ્રીનાથજી મંદિરને 15 કરોડનું દાન

આ પણ વાંચો:મેટ ગાલામાં ઈશા અંબાણીથી કરણ જોહર સુધી ભારતીય સ્ટાર્સના શાનદાર લુક વાયરલ