દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં પણ આવતીકાલથી તમામ સ્કૂલે શરૂ થશે તેમ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે દિવસ પહેલા કહ્યું હતું કે શાળા ખોલવાનો નિર્ણય તબીબી નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવશે. આ અંગે મંત્રીઓ તરફથી અલગ-અલગ નિવેદનો આવી રહ્યા છે. અગાઉ, તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે સવારે કહ્યું હતું કે શાળા ખોલવાનો નિર્ણય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવશે.
આ પણ વાંચો;National / હજ કમિટીએ કરી મોટી જાહેરાત,જાણો ક્યાં દિવસથી કરાવી શકશો રજિસ્ટ્રેશન
Madhya Pradesh government has decided to reopen schools for Classes 1 to 12 with 50% capacity from February 1: CM Shivraj Singh Chauhan
— ANI (@ANI) January 31, 2022
સૂત્રોનું કહેવું છે કે મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આવી સ્થિતિમાં શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવેમ્બરમાં, સરકારે 100% હાજરી સાથે શાળા ચલાવવાનો નિર્ણય લીધો હતો. આ પછી, જ્યારે જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધવા લાગ્યા, ત્યારે સરકારે પીછેહઠ કરી. 15 થી 31 જાન્યુઆરી સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના શાળા શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે વિડિયો જાહેર કરીને જણાવ્યું છે કે પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે.
આ પણ વાંચો:ગીરસોમનાથ / એક માસના લાંબા વિલંબ બાદ પાકિસ્તાને સોંપ્યો ભારતીય માછીમારનો મૃતદેહ
.તેમણે શાળા ખોલવાના મુખ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે, તેથી વાલીઓને તેમના બાળકોને શાળાએ મોકલવા વિનંતી કરવામાં આવે છે. બાળકો પણ નિયમિત શાળાએ જાય છે. અમારો પ્રયાસ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ પરીક્ષાઓ લેવાનો છે.
