Gandhinagar News/ ઝૂંપડપટ્ટી મુક્ત સુરત તરફ મોટું પગલું, CMના ઉચ્ચ અધિકારીઓને નિર્દેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મહાનગરોને સ્લમ ફ્રી (Slum free) બનાવવા કરેલી મહત્વકાંક્ષી પહેલોના આજે સકારાત્મક પરિણામ મળ્યા, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી,છેલ્લા બે દાયકામાં સુરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતી આબાદી 38 ટકાથી ઘટીને ૫ ટકા સુધી પહોંચી, મુખ્યમંત્રીએ સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા કેબિનેટ બેઠકમાં નિર્દેશ આપ્યો, સુરતની જ તર્જ પર રાજ્યના અન્ય નગરો-મહાનગરોને પણ સ્લમ ફ્રી બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી.

Top Stories Gandhinagar Gujarat
Slum free

Gandhinagar News: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા. મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી (Slum free) એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ 2006માં સુરતની લગભગ 38 ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી.

સુરત રાજ્યનું પ્રથમ Slum free શહેર!

ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ (Slum free) વિસ્તાર ઘટાડવા વડાપ્રધાનએ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને 5 ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને સુરત રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બને તેવા સાનુકૂળ સંજોગો ઊભા થયા છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સાનુકૂળ પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેરને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી (Slum free) મહાનગર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં ચર્ચા-વિચારણા કરીને પરિણામલક્ષી કામગીરી કરવા માટે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.

સુરત શહેર જો આ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તો સુરત ભારતનું પ્રથમ મોટું સ્લમ ફ્રી (Slum free) શહેર બનશે. જોકે, ચંદીગઢ દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી લગભગ 10 લાખ છે. જેની સરખામણીમાં, સુરતની વસ્તી આશરે 70 થી 80 લાખ છે, જે આ સિદ્ધિને વ્યાપ અને જટિલતાની દ્રષ્ટિએ વધુ નોંધપાત્ર બનાવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

બેઠકમાં મુખ્યમંત્રીએ સુરતની જ તર્જ પર તબક્કાવાર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ સ્લમ ફ્રી (Slum free) બનાવવાની દિશામાં અત્યારથી જ પરિણામલક્ષી કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી હતી, તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની ગૌશાળા ઘટના અંગે રાજ્ય સરકારની કાર્યવાહી… જીતુ વાઘાણીની સૂચનાથી ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે રવાના…

આ પણ વાંચો:કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડુતોને રૂ. 2,430 કરોડની સહાય ચૂકવાઈ: જીતુ વાઘાણી

આ પણ વાંચો:BLO આત્મહત્યા મુદ્દે જીતુ વાઘાણીની સ્પષ્ટતા, દબાણ ન કરવા કલેક્ટરોને આદેશ