સુરત/ નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન, સરથાણામાં SOG પોલીસે ડ્રગ્સ સાથે એક ઈસમ ઝડપ્યો

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમર કસી રહી છે. તેવામાં સુરત ની SOG પોલીસ ને બાતમી મળતા વોચ ગોઠવી સરથાણા વિસ્તાર માંથી એક યુવકને ડ્રગ્સ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Gujarat Surat
SOG

સુરતમાંથી એક શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયો છે. SOG એ બાતમીના આધારે વોચ ગોઠવીને સરથાણા વિસ્તારમાંથી યુવકને ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. SOG ની બાતમી મળી હતી કે એક રીઢો ગુનેગાર ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા જઈ રહ્યો છે.સરથાણા પોલીસે શ્યામ મંદિર નજીક વોચ ગોઠવીને કેતન નામના યુવાનને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી પાસેથી 50 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા જેટલી થાય છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

સુરતમાં યુવા ધન નશા ના રવાડે ના ચડે તે માટે સુરત પોલીસ હમેશા કાર્યશીલ રહી સતત ડ્રગ્સ પકડી રહી છે.તેવામાં સુરત પોલીસ કમિશનરે SOG પોલીસને ડ્રગ્સ વહેંચતા ઈસમો ને ઝડપી પાડવા આદેશ કર્યો હતો.તે દરમ્યાન SOG પોલીસ ને બાતમી મળી હતી કે એક રીઢો આરોપી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા માટે જઈ રહ્યો છે.તે દરમ્યાન પોલીસે સરથાણામાં શ્યામધામ મંદિર પાસે વોચ ગોઠવી આરોપી કેતન જાપાનને ઝડપી પાડ્યો હતો.તેની તલાશી લેતા પોલીસ ને મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

ઝડપાયેલા ડ્રગ્સનો વજન કરતા 50 ગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું હતું.આ ડ્રગ્સ ની અંદાજીત કિંમત 5 લાખ જેટલી થાય છે.હાલ પોલીસે ડ્રગ્સના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.જેમાં આ આરોપી સામે સુરત ના અલગ અલગ પોલીસ સ્ટેશન માં 4 જેટલા ગુના નોંધાયા છે.હાલ પોલીસે આરોપી કેતન જાપાન ની ધરપકડ કરી તેમની પાસે રહેલ મોબાઈલ ફોન અને ડ્રગ્સ મળી કુલ 5,10,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:ભારવાડા રેલવે ફાટકનો પ્રશ્ને તંત્ર ના ધ્યાને હોવા છતાં મૌન,જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો:અરવલ્લીમાં છેલ્લા પાંચ વર્ષ માં અકસ્માતમાં 750 લોકોના મોત, જાણો ગત વર્ષનો આંકડો

આ પણ વાંચો:અડાજણ વિસ્તારમાંથી ઇ સિગારેટ ઝડપાઇ, SOG પોલીસે બે ઈસમોની કરી ધરપકડ

આ પણ વાંચો:મેટ્રો સ્ટેશન નં-6ના નિર્માણની કવાયત, 1233 ચોરસ મીટર જગ્યામાં બનાવાશે બિલ્ડિંગ

આ પણ વાંચો:અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડાતો માર્ગ બિસ્માર હાલતમાં, વડાપ્રધાને કર્યુ હતુ લોકાર્પણ