સુરતમાં મેટ્રો રેલના કોરીડોર-1 ખજોદ ડ્રીમ સિટીથી સરથાણા સુધીના એલિવીટેડ કમ અન્ડરગ્રાઉન્ડ રૂટ પર લાભેશ્વર ચોક મેટ્રો સ્ટેશન નં-6ના નિર્માણની કવાયત હાથ ધરાઇ છે. 1233 ચોરસ મીટર જગ્યામાં બિલ્ડિંગ બનાવાશે. જોકે બિલ્ડિંગના નિર્માણ પહેલા અશ્વિનીકુમાર રોડ-નવાગામ ખાતે 3 અને કરંજ ખાતે 1 સર્વે નંબરની જમીન સંપાદન કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું હતું. તેમજ આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરી સંપાદન પ્રક્રિયા માટે આવનાર સર્વેયરોને કામગીરી કરતા અટકાવવા નહીં તેમજ વાંધો હોય તો 60 દિવસની અંદર જવાબદાર અધિકારીને રજૂઆત કરવા પણ જણાવાયું હતું.
ડ્રીમ સિટીથી સરથાણા સુધીના એલિવીટેડ કમ અન્ડરગ્રાઉન્ડ રૂટ પર લાભેશ્વર ચોક મેટ્રો સ્ટેશન નં-6ના નિર્માણની કવાયત હાથ ધરાઇ છે. 1233 ચોરસ મીટર જગ્યામાં બિલ્ડિંગ બનાવાશે.
લાભેશ્વર ચોક સ્ટેશનના બિલ્ડિંગ સહિત સબ-વે બનાવવા માટે સ્થાનીક 1233 ચોરસ મીટર જમીનને સંપાદન હેઠળ લાવવા પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જેમાં ટીપી નં-4 અશ્વનીકુમાર-નવાગામ સ્થિત એફપી નં-174-એ ખાતે સર્વે નં-1316 અને 1347 તેવી જ રીતે એફપી નં-174-બી ખાતે સર્વે નં-1362ની પૈકી જમીનો સંપાદન કરાશે.
જ્યારે ટીપી નં-3 કરંજ ખાતે એફપી નં-133 ખાતે સર્વે નં-5031 ખાતે પણ પૈકી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. 4 સર્વે નંબરો પર આશરે 1233 ચોરસ મીટર જમીન પર સ્ટેશન બિલ્ડિંગ બનાવવાનું આયોજન નક્કી કરાયું હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરી સંપાદન પ્રક્રિયા માટે આવનાર સર્વેયરોને કામગીરી કરતા અટકાવવા નહીં તેમજ વાંધો હોય તો 60 દિવસની અંદર જવાબદાર અધિકારીને રજૂઆત કરવા પણ જણાવાયું હતું.
આ પણ વાંચો:દ્વારકામાં પ્રાંત અધિકારીને કુહાડા વડે મારી નાખવાની ધમકી
આ પણ વાંચો:ભાવનગર મનપા દ્વારા 41 રખડતા ઢોર માલિકો સામે ફરિયાદ
