Not Set/ ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામની ખંભાડાની સીમના ખુલ્લા કૂવામાં 2 ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ ગામે ખંભાડાની સીમમાં ભાવેશભાઈ પ્રહલાદભાઈ લકુમની વાડીના કૂવામાં 2 ઝેરી કોબ્રા સાપ પડ્યાં હોવાની જાણ થતા જ ઝેરી સાપ પકડવાની સેવા આપતા હેમંતભાઈ દવેને જાણ કરતાં જ હેમંતભાઈ દવે દોરડા સાથે ખાટલો લઇ કૂવામાં ઉતરી બંને ઝેરી કોબ્રા સાપોનું સલામત રીતે રેસ્કયુ કરી કુવાની બહાર કાઢવામાં આવ્યા હતા.

Gujarat Trending

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યુઝ

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામની ખંભાડાની સીમના ખુલ્લા કૂવામાં 2 ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતુ. બાદમાં કૂવામાંથી રેસ્ક્યુ કરેલા બંને ઝેરી કોબ્રા સાપોને નિર્જન જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મયુરનગરના લક્ષણભાઇ ભરવાડના બકરીઓનસ વાડામાંથી બે દિ’અગાઉ જ હિમોટોક્સિક ઝેર ધરાવતો દુર્લભ બિલ્લી સાપ મળી આવ્યો હતો. જેને ધ્રાંગધ્રા ખાતે નિ:શુલ્ક સાપ પકડવાની સેવા આપતા જયેશભાઇ ઝાલાએ રેસ્ક્યું કરીને બાદમાં ખુલ્લા સલામત વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ધ્રાંગધ્રા પથંકના લોકોમાં ફફડાટ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ ગામે ખંભાડાની સીમમાં ભાવેશભાઈ પ્રહલાદભાઈ લકુમની વાડીના કૂવામાં 2 ઝેરી કોબ્રા સાપ પડ્યાં હોવાની જાણ થતા જ ઝેરી સાપ પકડવાની સેવા આપતા હેમંતભાઈ દવેને જાણ કરતાં જ હેમંતભાઈ દવે દોરડા સાથે ખાટલો લઇ કૂવામાં ઉતરી બંને ઝેરી કોબ્રા સાપોનું સલામત રીતે રેસ્કયુ કરી કુવાની બહાર કાઢવામાં આવ્યા હતા.

બાદમાં આ બંને ઝેરી કોબ્રા સાપોને જંગલ વિસ્તારના ફોરેસ્ટ નિગરાનીમાં સુરક્ષિત રીતે મુક્ત કરી આપ્યા હતા. કૂવામાં સાપ પડયાં હોવાની જાણ થતા જ આજુબાજુના લોકો જોવા ટોળે વળ્યા હતા.