- 2017માં કરાયુ હતુ માર્ગનુ લોકાર્પણ
- માર્ગ ચાલુ કર્યા બાદ નથી કરાયુ કોઈ સમારકામ
- માર્ગ ખરાબ હોવાથી વાહન ચાલકોને હાલાકી
અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાને જોડાતો એક માત્ર મોડાસાથી રાજેન્દ્રનગર તરફનો રસ્તો વર્ષ 2017ના વર્ષમાં 7 મીટરમાંથી પહોળો કરી 10 મીટર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં અવ્યું હતું. ત્યાર બાદ આ રસ્તાનું 30 જૂન 2017 ના વર્ષમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં અવાયું હતું. જે બાદ આ રસ્તા ઉપર કોઈપણ જાતનૂ મરામત કરવામાં નહિ આવતા હાલ આ રસ્તો બિસ્માર બની ચુક્યો છે.જેના પગલે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.જેને લઈ તંત્ર દ્વારા આ રસ્તો સત્વરે રિસર્ફેસ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાને જોડાતો એક માત્ર મોડાસા થી રાજેન્દ્રનગર તરફનો રસ્તો વર્ષ 2017 ના વર્ષમાં 7 મીટર માંથી પહોળો કરી 10 મીટર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં અવાયું હતું ત્યાર બાદ આ રસ્તાનું 30 જૂન 2017 ના વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં અવાયું હતું ત્યાર બાદ આ રસ્તા ઉપર કોઈપણ જાતનૂ મરામત કે રિસરફિંગ કરવામાં નહિ આવતા હાલ આ રસ્તો બિસ્માર બની ચુક્યો છે જેને પગલે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
બીજી તરફ આ રસ્તે થઇ દિવસ દરમિયાન અસંખ્ય વાહન ચાલકો આ રસ્તે થઇ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં અવાર જવર કરે છે ત્યારે બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકો પરેશાન બન્યા છે વાહનમાં કોઈ દર્દીને બેસાડી જવામાં પણ તકલીફ પડી રહી છે જ્યારે વાહન ખાડા ટાળવા જતા અકસ્માતનો ભય પણ રહે છે તંત્ર દ્વારા રસ્તામાં કેટલાક ઠેકાણે ડામર નાખી ખાડા પૂર્વમાં આવ્યા છે પણ એ ખાડાઓમાં નાખવામાં આવેલો ડામર રોડ ઉપર ટેકરા થઇ જતા ખુબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે આ રસ્તો સત્વરે સરફેસ કરવામાં આવે તેવું વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદની રઘુવીર સ્કૂલના નવમાં ધોરણનો વિદ્યાર્થી ગુમ થતાં વાલીનો હોબાળો
આ પણ વાંચો:તોડબાજીનો નવો કીમિયો, ખેડૂતોના નામે બોગસ બાનાખત બનાવી કરાય છે તોડ
આ પણ વાંચો:મેટ્રો સ્ટેશન નં-6ના નિર્માણની કવાયત, 1233 ચોરસ મીટર જગ્યામાં બનાવાશે બિલ્ડિંગ