Not Set/ સવર્ણ અનામતમાં ફેરફાર કરવાની માંગને પગલે રોષ, માંગ નહી સ્વિકારાય તો આંદોલનની ચીમકી

અમદાવાદ, સવર્ણ અનામતમાં ફેરફાર કરવાની માંગને પગલે બિન અનામત આયોગના મહામંત્રી હિમાંશુ ઠક્કરે રોષ વ્યક્ત કર્યો. હિમાંશુ ઠક્કરે જણાવ્યુ હતુ કે બિન અનામત આયોગમાં ફેરફાર કરવાને મામલે ડિસેમ્બર મહિનામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓની માંગને ધ્યાનમાં લેવાઇ ન હતી. સરકારી યોજનાઓના જે લાભ અનામત જ્ઞાતિને મળે છે તે બધાજ લાભો બિન અનામત જ્ઞાતિને આપવા […]

Top Stories Gujarat Videos
mantavya 438 સવર્ણ અનામતમાં ફેરફાર કરવાની માંગને પગલે રોષ, માંગ નહી સ્વિકારાય તો આંદોલનની ચીમકી

અમદાવાદ,

સવર્ણ અનામતમાં ફેરફાર કરવાની માંગને પગલે બિન અનામત આયોગના મહામંત્રી હિમાંશુ ઠક્કરે રોષ વ્યક્ત કર્યો. હિમાંશુ ઠક્કરે જણાવ્યુ હતુ કે બિન અનામત આયોગમાં ફેરફાર કરવાને મામલે ડિસેમ્બર મહિનામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓની માંગને ધ્યાનમાં લેવાઇ ન હતી.

સરકારી યોજનાઓના જે લાભ અનામત જ્ઞાતિને મળે છે તે બધાજ લાભો બિન અનામત જ્ઞાતિને આપવા જોઇએ…બિન અનામત આયોગની માંગ છે કે ૮ લાખ સુધીની આવક મર્યાદામાં બદલાવ કરવામાં આવે. ધોરણ 12ની ટકાવારીમાં 60 ટકાની જગ્યાએ 50 ટકા કરવામાં આવે.

બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓની વય મર્યાદામાં અનામત જેટલી જ છૂટ આપવામાં આવે. બિન અનામત અને  સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કટ ઓફ માર્ક્સ સરખા રાખવામા આવે. નિઃશુલ્ક કન્યા કેળવણીનો લાભ મેડિકલ,પેરા મેડિકલ સહીત તમામ કેટેગરીના અભ્યાસક્રમોમાં લાભો આપવામાં આવે.