Not Set/ ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર PM મોદીએ પાઠવ્યો શોક સંદેશ

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર ટ્વીટ કરીને શોક સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું.

Top Stories Gujarat Others
આશાબેન પટેલના

ઊંઝા ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલે વિશ્વને અલવિદા કહી દીધું છે. દિલ્હીથી પાછા ફર્યા બાદ આશાબેન પટેલને ડેન્ગ્યૂ થયો હતો. ત્યારબાદ તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અને આજે બપોરે તેમનું નિધન થયું હતું. ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર PM મોદીએ  દુ:ખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો :ઊંઝાના MLA ડો. આશાબેન પટેલનું નિધન,અમિત શાહ સહિત આ નેતાએ પાઠવી શ્રદ્ધાંજલિ

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર ટ્વીટ કરીને શોક સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી…॥

ડોકટર આશાબેન પટેલનો જન્મ 6 જાન્યુઆરી 1977ના રોજ ઊંઝાના વિસોળ ગામે થયો હતો. તેમણે એમએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કેમેસ્ટ્રી વિષય સાથે પીએચડી કર્યુ હતું. કોલેજમા પ્રાધ્યાપિકા તરીકે પણ તેમણે ફરજ બજાવી હતી.  પાટીદાર આંદોલન વખત તેઓ ચર્ચામાં આવ્યા હતા.

ભાજપના નેતા અને પાટીદાર અગ્રણી નારણભાઇ પટેલને હાર આપી તેમણે લોકોમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી.2019ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ પેટા ચૂંટણીમાં જીત મેળવીને તેઓ ફરીથી ધારાસભ્ય બન્યા. 2020માં આશાબેનને આદર્શ યુવા ધારાસભ્યનો એવોર્ડ મળ્યો હતો. તેઓ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના કારોબારી સભ્ય હતા.

આ પણ વાંચો :લખતર હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત, 4 લોકોના કરું મોત

આ ઉપરાંત ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજના તેઓ મહામંત્રી હતા.સાથે જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ સમિતિઓમાં તેઓ સભ્ય હતા. આશાબેનને ડેન્ગ્યુ થયા બાદ અમદાવાદની જાયડ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં મલ્ટી ઓર્ગન ફેઇલ થવાને કારણે તેમનું નિધન થયું છે.

આ પણ વાંચો :  સુરતમાં ટેસ્ટિંગ પદ્ધતિનો ફિયાસ્કો, સવારે 10 વાગ્યા પછી કરાય છે ટેસ્ટિંગ

આ પણ વાંચો : સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

આ પણ વાંચો : રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, આગામી 24 કલાકમાં કોલ્ડ વેવની આગાહી