Not Set/ રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, આગામી 24 કલાકમાં કોલ્ડ વેવની આગાહી

રાજ્યમાં રવિવારની વહેલી સવારે ઠંડીમાં વધારો નોંધાયો હતો. પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારે વધારે ઝાંકળનાં કારણે Visibility ઓછી થઇ ગઇ હતી.

Top Stories Gujarat Others
ઠંડી
  • ગુજરાતમાં ક્રમશ: વધતુ ઠંડીનું જોર
  • આગામી 24 કલાક કોલ્ડ વેવની આગાહી
  • અમદાવાદમાં લઘુત્તમ 18.0 ડિગ્રી તાપમાન
  • કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર
  • નલિયા 11.0 ડિગ્રી સૌથી ઠંડુગાર
  • સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું

રાજ્યમાં રવિવારની વહેલી સવારે ઠંડીમાં વધારો નોંધાયો હતો. પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારે વધારે ઝાંકળનાં કારણે Visibility ઓછી થઇ ગઇ હતી. જો કે અમદાવાદમાં પણ ઠંડીનું જોર એટલુ જ જોવા મળ્યુ છે. અહી લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છમાં આજે એટલે કે રવિવારે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છનું નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે. જો કે આ ઠંડીમાં પણ મજા માણતા અને જોગીંગ કરતા લોકો જોવા મળી જાય છે. અમદાવાદમાં 18 ડિગ્રી લઘુતામ તાપમાન નોંધાયુ છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. જણાવી દઇએ કે, ઉત્તરીય પવનોને લીધે ઠંડી વધશે. આગામી સપ્તાહે ગાત્રો થીજવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતા ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ રહેલી છે. ઠંડી વધતા અમદાવાદમાં મોર્નિંગ વોકર્સ અને કસરત કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. વળી બીજી તરફ ગાંધીનગરમાં પણ લોકો ફૂલ ગુલાબી ઠંડીની મજા માણતા વહેલી સવારે જોવા મળ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…