Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર એકાઉન્ટ @narendramodi પરથી રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે સ્પામ ટ્વીટ મોકલવામાં આવી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે.

December 12, 2021December 12, 2021hardik shah
Top Stories India
PM Modi
  • સાયબર સિક્યોરિટીના સૌથી મોટા સમાચાર
  • PM મોદીનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક!
  • થોડી મિનિટ સુધી હેક થયા બાદ થયું પૂર્વવત્
  • બિટકોઈનને લીગલ ટેન્ડર ગણાવતું હતું ટ્વિટ
  • ફ્રીમાં બિટકોઈન આપવાની લિંક પણ હતી
  • લિંક પર ક્લીક કરતાં ખૂલ્યું બ્લોગનું પેઇજ
  • પ્રધાનમંત્રી કાર્યાલયે હેકિંગની વાત સ્વીકારી
  • મધરાતે સવા બેએ ટ્વીટ થતાં ચોમેર આશ્ચર્ય
  • આખરે કેવી રીતે થયું PMનું એકાઉન્ટ હેક?
  • સાયબર સિક્યોરિટી પર સૌથી મોટો સવાલ

ભારત સહિત વિશ્વનાં ઘણા દેશોમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે. આ ચલણમાંથી એક છે Bitcoin. બિટકોઈનમાં રોકાણ કરવાની ઈચ્છા ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ તેના રોકાણકારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

આ પણ વાંચો – હરિયાણાના / મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત હવે આગામી સત્રથી શાળામાં ભગવદ ગીતા ભણાવવામાં આવશે

એક તરફ ભારતમાં ક્રિપ્ટોકરન્સી ચલણ તરીકે માન્ય નથી. બીજી તરફ, બિટકોઈનને લઈને આજે એટલે કે રવિવારે વડાપ્રધાન તરફથી એક ટ્વીટ આવ્યું, જેના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. જો કે અહી અમે તમને જણાવી દઇએ કે, આ ટ્વીટ PM મોદી દ્વારા નહી પણ કોઇ હેકર્સ દ્વારા હેક કર્યા બાદ કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ટ્વિટર એકાઉન્ટ @narendramodi પરથી રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે સ્પામ ટ્વીટ મોકલવામાં આવી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશનાં તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. જલ્દી કરો India…… ભવિષ્ય આજે આવી ગયું છે!

PM Modi

આ પણ વાંચો – ATS / પ્રતિબંધિત IRFની પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિ સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

જેના પર વડાપ્રધાન કાર્યાલયે રવિવારે વહેલી સવારે ખુલાસો કર્યો હતો કે થોડી જ મિનિટોમાં નરેન્દ્ર મોદીનાં ટ્વિટર હેન્ડલને હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. PMO દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એકાઉન્ટ રિસ્ટોર કર્યા બાદ આ મામલો માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર પર ઉઠાવવામાં આવ્યો છે.

The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured.

In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.

— PMO India (@PMOIndia) December 11, 2021

આપને જણાવી દઇએ કે, એકાઉન્ટમાંથી કરવામાં આવેલી ખોટી ટ્વીટ હવે કાઢી નાખવામાં આવી છે. ટ્વિટર પર PM મોદીનાં 2.34 કરોડથી વધુ ફોલોવર્સ છે. PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ ભારતમાં #Hacked હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો હતો. જો કે હેકર્સ દ્વારા કરાયેલી ટ્વીટ હવે હેન્ડલ પરથી ડિલીટ કરી દેવામાં આવી છે, પરંતુ કેટલાક યુઝર્સે તેના કથિત સ્ક્રીનશોટ શેર કર્યા છે, જે જણાવે છે કે ભારતે બિટકોઈનને કાયદેસર રીતે માન્યતા આપી છે. આપને જણાવી દઈએ કે, અગાઉ સપ્ટેમ્બર 2020માં પણ અજાણ્યા હેકર્સનાં એક જૂથે PM મોદીની પર્સનલ વેબસાઈટ અને મોબાઈલ એપ હેક કરી હતી.

Post navigation

મહારાષ્ટ્ર સરકારે કરી મોટી જાહેરાત, મરાઠા અનામત આંદોલનમાં માર્યા ગયેલા પરિવારજનોને આપવામાં આવશે…
હ્રદય રોગની બિમારીથી દુનિયામાં સૌથી વધુ મોતનો આંકડો ભારતમાં

More Posts

Not Set/ live:ભારત વિ.ઑસ્ટ્રેલિયા બીજી વનડે: ભારત માટે ત્રીજી આંચકો, મનીષ પાંડે પણ આઉટ

September 21, 2017January 5, 2018Nirmal Acharya
પ્રથમ તબક્કામાં શ્રીકાંત શર્મા બેબી રાની મૌર્ય સુરેશ રાણા સંગીત સોમ પંકજ સિંહ પંખુરી પાઠક 623 ઉમેદવારપ્રથમ તબક્કામાં શ્રીકાંત શર્મા બેબી રાની મૌર્ય સુરેશ રાણા સંગીત સોમ પંકજ સિંહ પંખુરી પાઠક 623 ઉમેદવાર

UP Election/ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 9 મંત્રીઓ સહિત 623 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

February 10, 2022padma prajay

Bengaluru/ બેંગલુરુમાં વિધાનસભાની નજીકથી જ તસ્કરો આખેઆખું બસ સ્ટેન્ડ જ ઉઠાવી ગયા

October 5, 2023Dipika Rathod
અયોધ્યા (Ayodhya)ના રામ મંદિર (Ram Mandir)દાનચોરી (Donation Theft)કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.

ayodhya news/ રામમંદિર ચોરી : બાબરીનો ફાળો ક્યાં ગયો? ડેપ્યુટી સીએમનો પ્રશ્ન

July 12, 2026Nikunj Patel

Not Set/ અયોધ્યા/ CJI તાત્કાલિક સુનાવણીના કેસોથી દુર, ગમે ત્યારે અયોધ્યા અંગે આવી શકે છે નિર્ણય

November 7, 2019November 7, 2019padma prajay

Not Set/ હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર/ સ્વાતિ માલીવાલે મહિલા સુરક્ષાને લઇને PM મોદીને લખ્યો પત્ર

December 3, 2019December 3, 2019hardik shah

Not Set/ કમલા હેરિસે એન્ટી સેટેલાઇટ મિસાઈલના પરીક્ષણને લઈને રશિયા પર આકરા પ્રહાર કર્યા

December 2, 2021mustak malik
IPL 2022: Rohit Sharma may leave the captaincy like Virat Kohli

Mumbai Indians/ IPL 2022: રોહિત શર્મા કેપ્ટનશિપ છોડી શકે છે, પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નિવેદન

April 13, 2022Rahul Rathod

Adviser to PM Modi/ અમિત ખરેને PM મોદીના સલાહકાર તરીકે એક્સટેન્શન મળ્યું, કોન્ટ્રાક્ટના આધારે સેવામાં વધારો થયો

September 26, 2023Mansi Panara

Not Set/ ડ્રાઈવિંગ લાઈસન્સ તથા વાહનના દસ્તાવેજોની હાર્ડકોપી નહી રાખવી પડે હવે સાથે

October 17, 2017October 17, 2017mantavya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy