Bank Employees Strike: બેંક કર્મચારીઓની એક માંગે આખા દેશમાં ચર્ચા જગાવી છે…“અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ કરો… શનિવાર-રવિવાર રજા આપો!” પણ સવાલ એ છે… શું બેંક કર્મચારીઓ ખરેખર યોગ્ય (Bank Employees Strike) માંગ કરી રહ્યા છે? કે પછી બે દિવસની રજા માટે આખા દેશની બેંકિંગ વ્યવસ્થાને અસર કરી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ…દુનિયાના બીજા દેશોમાં ખરેખર કેટલા દિવસ અને કેટલા કલાક કામ થાય છે? આખરે ભારતના બેંક કર્મચારીઓની આ માંગ કેટલી યોગ્ય છે? ચાલો, આખી વાત સમજીએ…
આજથી દેશભરમાં હડતાળ…..આજે 11 સપ્ટેમ્બરે દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ છે. આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા આપવામાં આવી છે.મુખ્ય માંગ છે…પાંચ દિવસનું બેંકિંગ (5 Day Banking) અઠવાડિયું.એટલે સોમવારથી શુક્રવાર બેંકિંગ…અને શનિવાર-રવિવાર રજા.આ હડતાળ સાથે 12 સપ્ટેમ્બર બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બર રવિવાર હોવાથી ઘણા ગ્રાહકો માટે શાખાની સેવાઓ સતત ત્રણ દિવસ અસરગ્રસ્ત થઈ શકે છે.
Bank Employees Strike
પણ પાંચ દિવસ જ કેમ? અહીંથી આખી કહાની શરૂ થાય છે. બેંક યુનિયનોનું (PNB Bank Strike) કહેવું છે કે 8 માર્ચ 2024ના બેંકિંગ કરારમાં પાંચ દિવસના અઠવાડિયા માટે સહમતી થઈ હતી. અને તેમની દલીલ છે કે શનિવારની કામગીરીના કલાકો સોમવારથી શુક્રવાર દરમિયાન વધારાના સમયથી સમાયોજિત કરી શકાય. એટલે કર્મચારીઓનો દાવો છે કે…“અમે કામ ઓછું કરવા નથી કહી રહ્યા, કામના દિવસો 5 કરવા કહી રહ્યા છીએ.” આ તફાવત સમજવો ખૂબ જરૂરી છે. હવે કર્મચારીઓની વાત સાચી છે? એક હદ સુધી તેમની દલીલ મજબૂત છે. દુનિયાના ઘણા દેશોમાં પાંચ દિવસનું કામ સામાન્ય વ્યવસ્થા છે.
યુરોપિયન સંઘમાં પણ કામના સમય માટે કડક નિયમો છે. સામાન્ય રીતે ઓવરટાઇમ સહિત સરેરાશ સાપ્તાહિક કામનો સમય 48 કલાકથી વધુ ન હોવો જોઈએ અને કર્મચારીઓને દૈનિક તથા સાપ્તાહિક આરામનો અધિકાર છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન પણ સામાન્ય કામના કલાકોને 48 કલાકથી 40 કલાક તરફ ધીમે ધીમે ઘટાડવાની દિશાની ભલામણ કરે છે, દેશ અને ક્ષેત્રની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને.

એટલે…પાંચ દિવસનું અઠવાડિયું કોઈ વિચિત્ર માંગ નથી.પણ હવે ભારતની હકીકત જુઓ…અહીં માત્ર પાંચ દિવસ કે છ દિવસ ગણવાથી આખી તસવીર સમજાતી નથી.સવાલ એ છે કે…કુલ કેટલા કલાક કામ થાય છે?આંતરરાષ્ટ્રીય સરખામણીમાં 2024ના આંકડા જુઓ.જર્મનીમાં એક કર્મચારી દ્વારા વર્ષ દરમિયાન વાસ્તવમાં (Bank Strike India) કામ કરાયેલા સરેરાશ કલાકો લગભગ 1,334 હતા.જાપાનમાં લગભગ 1,617. અમેરિકામાં લગભગ 1,796…જ્યારે સમગ્ર ઓઈસીડીઈ દેશોનો સરેરાશ લગભગ 1,741 કલાક હતો.એટલે દુનિયામાં ક્યાંક પાંચ દિવસનું અઠવાડિયું છે એટલે ત્યાં દરેક વ્યક્તિ ઓછું જ કામ કરે છે એવું નથી.ખરી સરખામણી કુલ કામના કલાકોની થવી જોઈએ.
હવે ગ્રાહકનો સવાલ…અહીં બેંક કર્મચારીઓની વાત પૂરી થતી નથી.ગ્રાહક પણ પૂછશે…“મારી બેંકની શાખા બે દિવસ બંધ રહેશે તો મારું કામ કોણ કરશે?” આજના સમયમાં મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ અને ડિજિટલ ચુકવણીથી ઘણાં કામ ઘરેથી થઈ જાય છે. પણ બધું જ ડિજિટલ નથી.રોકડનું કામ…ચેક…કેવાયસી(KYC)…લોનના દસ્તાવેજ…લોકર…અને બીજા ઘણા કામ માટે આજે પણ શાખાની જરૂર પડે છે..એટલે પાંચ દિવસનું બેંકિંગ લાગુ કરવું હોય તો…ગ્રાહક સેવા કેવી રીતે જળવાશે?આ સવાલનો જવાબ પણ જરૂરી છે.

હવે એક બીજો સવાલ … શું આ માત્ર રજાની લડાઈ છે? ના….આ હડતાળ પાછળ બીજા પણ ઘણા મુદ્દા છે.બેંક કર્મચારી સંગઠનો નવી કામગીરી આધારિત પ્રોત્સાહન યોજના સામે પણ વિરોધ કરી રહ્યા છે.યુનિયનોનો આરોપ છે કે નવી વ્યવસ્થામાં વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ વચ્ચે પ્રોત્સાહનના લાભમાં મોટો તફાવત ઉભો થાય છે.આ મુદ્દે પણ સંગઠનો સુધારાની માંગ કરી રહ્યા છે.આ ઉપરાંત…પેન્શન અપડેશન…મોંઘવારી ભથ્થા સંબંધિત પ્રશ્નો…અને નવી પેન્શન યોજના હેઠળ આવતા કર્મચારીઓને જૂની પેન્શન તરફ જવાનો વિકલ્પ…આવી માંગણીઓ પણ છે.
એટલે…આ હડતાળ માત્ર શનિવારની રજાની લડાઈ નથી.તો પછી માંગ સાચી કે ખોટી? અહીં સૌથી મહત્વની વાત…આનો જવાબ કાળો કે સફેદ નથી. કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડિયું યોગ્ય હોઈ શકે છે…કારણ કે દુનિયાના અનેક દેશોમાં પાંચ દિવસનું કામ સામાન્ય છે અને કામના કલાકો તથા આરામ વચ્ચે સંતુલન મહત્વનું છે.પરંતુ ગ્રાહક માટે પણ શાખા સેવા ઉપલબ્ધ રહેવી જોઈએ.સરકાર અને બેંક મેનેજમેન્ટે પણ જોવું પડશે કે…પાંચ દિવસનું બેંકિંગ લાગુ કર્યા પછી કામની ગુણવત્તા ઘટે નહીં…ગ્રાહકને વધુ રાહ જોવી ન પડે…અને બેંકોની ઉત્પાદકતા પણ જળવાઈ રહે….એટલે સાચો સવાલ…“પાંચ દિવસ કેમ?”એટલો જ નથી.સાચો સવાલ છે… “પાંચ દિવસમાં બેંકિંગ વધુ સારી રીતે કેવી રીતે થશે?”
જો આ મુદ્દે સમાધાન નહીં થાય તો મામલો અહીં અટકવાનો નથી.બેંક યુનિયનોએ આગળ પણ હડતાળના કાર્યક્રમોની ચેતવણી આપી છે. એટલે આવનારા દિવસોમાં વાતચીતથી ઉકેલ આવે છે…કે પછી દેશને ફરી લાંબી બેંક હડતાળનો સામનો કરવો પડે છે…તે જોવાનું રહેશે.
તો તમે શું માનો છો? બેંક કર્મચારીઓની પાંચ દિવસની માંગ યોગ્ય છે? કે પછી ગ્રાહક સેવા માટે છ દિવસનું બેંકિંગ જરૂરી છે?
અને સૌથી મહત્વનું… જો પાંચ દિવસનું બેંકિંગ આવે, તો શું બેંકો ખરેખર પાંચ દિવસમાં છ દિવસ જેટલી સેવા આપી શકશે? આ ચર્ચા માત્ર બેંક કર્મચારીઓની નથી…આપણા દરેક બેંક ગ્રાહકની પણ છે.
આ પણ વાંચો: વડોદરામાં યુનિયન બેંક સાથે ₹1.45 કરોડની છેતરપિંડીનો આરોપ, 6 સામે ગુનો
આ પણ વાંચો: બેંક ડિપોઝિટ રેટિંગ પર RBI નો મોટો આદેશ! શું તમારી બેંક FD ના રોકાણ પર પણ પડશે અસર? જાણો વિગતવાર
આ પણ વાંચો: કેતકી વ્યાસની ધરપકડ: આવક કરતાં 67.84 ગણી વધુ મિલકતનો ACBનો આરોપ, 24 બેંક ખાતાં તપાસ હેઠળ
