Vadodara News/ વડોદરામાં યુનિયન બેંક સાથે ₹1.45 કરોડની છેતરપિંડીનો આરોપ, 6 સામે ગુનો

વડોદરામાં યુનિયન બેંકની બાજવા બ્રાન્ચ સાથે ₹1.45 કરોડની કથિત લોન છેતરપિંડી (Vadodara Union Bank Fraud)નો મામલો સામે આવ્યો છે. બનાવટી દસ્તાવેજો અને બિલોથી લોન મેળવ્યાના આરોપમાં 6 સામે ગુનો નોંધાયો.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Union Bank Fraud: યુનિયન બેંક સાથે ₹1.45 કરોડની છેતરપિંડીનો આરોપ

Vadodara News: વડોદરામાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બાજવા બ્રાન્ચ સાથે આશરે ₹1.45 કરોડની કથિત લોન છેતરપિંડી (Vadodara Union Bank Fraud)નો મામલો સામે આવ્યો છે. વર્ષ 2020થી 2025 દરમિયાન અલગ-અલગ બિઝનેસ માટે લોન મેળવ્યા બાદ સંબંધિત બિઝનેસ યુનિટ બંધ રાખવા, લોનમાં દર્શાવેલો સ્ટોક અને મશીનરી સ્થળ પર નહીં રાખવા તેમજ બનાવટી બિલો અને દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે.

આ મામલે 6 લોકો સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ કથિત રીતે પૂર્વઆયોજિત કાવતરું રચી એકબીજાની મદદથી બેંક પાસેથી વિવિધ પ્રકારની લોન મેળવી હતી. ત્યારબાદ લોનની રકમનો ઉપયોગ કરી બેંકને કુલ ₹1,45,12,056નું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રીતી ટ્રેડર્સ: ₹9.80 લાખની કેશ ક્રેડિટ લોન

ફરિયાદ મુજબ, પ્રીતી ટ્રેડર્સના પ્રોપરાઇટર પ્રીતી સમીર ખત્રીએ ₹9.80 લાખની કેશ ક્રેડિટ લોન મેળવી હતી. આરોપ છે કે લોન મેળવ્યા બાદ બિઝનેસ યુનિટ બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટોકના સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશન સહિતના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ લોન માટે દર્શાવવામાં આવેલી વસ્તુઓ સ્થળ પર ઉપલબ્ધ ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત હાઇપોથીકેશન એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરી બનાવટી બિલો રજૂ કર્યા હોવાનો પણ આક્ષેપ છે. આ કેસમાં વ્યાજ સહિત ₹11,79,097ની રકમ બાકી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Vadodara Union Bank Fraud: ગુરુકૃપા ટ્રેડર્સ: ₹24.70 લાખની લોન, ₹29.30 લાખ બાકી

ગુરુકૃપા ટ્રેડર્સના પ્રોપરાઇટર પીનાકીન શાંતીલાલ પટેલે ₹24.70 લાખની કેશ ક્રેડિટ લોન મેળવી હતી. ફરિયાદ મુજબ, ધંધાનું યુનિટ બંધ રાખવામાં આવ્યું હતું અને લોન માટે દર્શાવેલો સ્ટોક સ્થળ પર રાખવામાં આવ્યો નહોતો. હાઇપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કરીને બનાવટી બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ છે. આ મામલે વ્યાજ સહિત બેંકની ₹29,30,810ની રકમ બાકી હોવાનું જણાવાયું છે.

Vadodara Union Bank Fraud: પટેલ એન્ડ કંપની: ₹42.30 લાખની ટર્મ લોન

પટેલ એન્ડ કંપનીના પ્રોપરાઇટર ભારતી શાંતીલાલ પટેલે ₹42.30 લાખની ટર્મ લોન મેળવી હતી. તેમાંથી ₹7,31,569 બેંકમાં ભરવામાં આવ્યા બાદ ₹34,98,431ની રકમ બાકી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે બિઝનેસ યુનિટ બંધ રાખવામાં આવ્યું હતું અને લોન માટે દર્શાવવામાં આવેલી મશીનરી સ્થળ પર રાખવામાં આવી નહોતી. હાઇપોથીકેશન એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરીને મશીનરી અને અન્ય વસ્તુઓના બનાવટી બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે.

Vadodara Union Bank Fraud: મારૂતી ટ્રેડર્સ: ₹23.75 લાખની બે લોન

મારૂતી ટ્રેડર્સના પ્રોપરાઇટર નીકીતા પીનાકીન પટેલે કુલ ₹23.75 લાખની લોન મેળવી હતી. તેમાં ₹10 લાખની કેશ ક્રેડિટ લોન અને ₹13.75 લાખની ટર્મ લોનનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ, ધંધાનું યુનિટ બંધ રાખવામાં આવ્યું હતું અને સ્ટોક તથા મશીનરી સ્થળ પર રાખવામાં આવી નહોતી. લોન માટે દર્શાવવામાં આવેલી વસ્તુઓના બનાવટી બિલ રજૂ કરી લોનની રકમમાંથી અંગત ઉપયોગ કર્યો હોવાનો પણ આરોપ છે. બંને લોનને મળીને વ્યાજ સહિત બેંકને ₹24,02,437નું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

Vadodara Union Bank Fraud: સીયારામ ટ્રેડર્સ: ₹12.30 લાખની ટર્મ લોન

સીયારામ ટ્રેડર્સના પ્રોપરાઇટર નેહા મિત ગજ્જરે ₹12.30 લાખની ટર્મ લોન મેળવી હતી. તેમાંથી ₹7,24,241 બેંકમાં જમા કરાવ્યા બાદ બાકીની રકમ અંગે ગેરરીતિ થયાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, બિઝનેસ યુનિટ બંધ રાખવામાં આવ્યું હતું અને સ્થળ પર મશીનરી કે સાધનો ઉપલબ્ધ નહોતા. હાઇપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કરીને લોન માટે દર્શાવવામાં આવેલી વસ્તુઓના બનાવટી બિલો રજૂ કરાયા હોવાના આરોપ સાથે બેંકને ₹5,05,759નું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.

Vadodara Union Bank Fraud: ધ અમી વીડિયો: ₹42.75 લાખની ટર્મ લોન

‘ધ અમી વીડિયો’ના પ્રોપરાઇટર મીનાબેન રજનીકાંત ખત્રીએ ₹42.75 લાખની ટર્મ લોન મેળવી હતી. તેમાંથી ₹2,79,478 બેંકમાં ભર્યા બાદ ₹39,95,522ની રકમ બાકી રહી હતી. ફરિયાદ મુજબ, ધંધાનું યુનિટ બંધ રાખવામાં આવ્યું હતું અને લોન માટે દર્શાવાયેલી મશીનરી સ્થળ પર નહોતી. લોન મેળવતી વખતે કોટક મહિન્દ્રા બેંકનું સ્ટેટમેન્ટ, રઘુનંદન ડિજિટલ એન્ટરપ્રાઇઝનું પ્રોફોર્મા ઇન્વોઇસ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા, જે બનાવટી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

Vadodara Union Bank Fraud: સ્ટોક, બેંક સ્ટેટમેન્ટ અને બિલોના આધારે કથિત કૌભાંડ

પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ પ્રમાણે, તમામ આરોપીઓએ કથિત રીતે એકબીજાની મદદથી સ્ટોક સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશન સંબંધિત દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ, પ્રોફોર્મા ઇન્વોઇસ અને બિલ તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોને સાચા તરીકે બેંકમાં રજૂ કરીને વિવિધ લોન મેળવવામાં આવી હોવાનો આરોપ છે. લોનની રકમ મેળવ્યા બાદ વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી એકબીજાને મદદ કરવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે આ સમગ્ર ઘટનાને પૂર્વઆયોજિત કાવતરું, કથિત છેતરપિંડી (Vadodara Union Bank Fraud) અને ગુનાહિત વિશ્વાસઘાતના આક્ષેપો સાથે તપાસ હેઠળ લીધી છે.

₹1.45 કરોડના બેંક નુકસાન મામલે તપાસ શરૂ

ફરિયાદ મુજબ, છ આરોપીઓના અલગ-અલગ લોન ખાતાઓમાં કુલ મળીને ₹1,45,12,056ની લેણી રકમનું આર્થિક નુકસાન યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Vadodara Union Bank Fraud), બાજવા બ્રાન્ચને થયું છે. જવાહરનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી હવે લોન સંબંધિત દસ્તાવેજો, બેંક એકાઉન્ટ, રજૂ કરાયેલા બિલો, સ્ટોક અને મશીનરીની હકીકત તેમજ નાણાંના ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:PNB મહાગોટાળા બાદ સિટી બેંક યુનિયનમાં થયો 20લાખ ડોલરનો ગોટાળો, સીસ્ટમ થઈ હેક

આ પણ વાંચો:નિવૃત્ત કર્મચારીઓને લક્ષ્ય બનાવી 42 લાખની બેંક છેતરપિંડી, બે મેનેજરો ધરપકડમાં

આ પણ વાંચો:બેંક છેતરપિંડીમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર સહિત 3 આરોપીઓને કુલ 3.8 લાખ રૂપિયાના દંડ સાથે 3 વર્ષની સખત કેદની સજા ફટકારી