Business News : જ્યારે પણ સામાન્ય નાગરિક કે મોટી સંસ્થાઓ બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (Bank FD) કે નાણાં જમા કરાવે છે, ત્યારે સૌપ્રથમ બેંકની સુરક્ષા અને ક્રેડિટ રેટિંગ તપાસવામાં આવે છે. પરંતુ હાલમાં બેંક ડિપોઝિટના રેટિંગને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને માર્કેટ રેગ્યુલેટર SEBI ના નિયમો સામસામે આવી જતાં ક્રેડિટ રેટિંગ એજન્સીઓ માટે મોટી ધર્મસંકટની સ્થિતિ ઊભી થઈ છે.
Bank FD : RBI અને SEBI ના નિયમો વચ્ચે કેમ સર્જાયો તણાવ?
અહેવાલો અનુસાર, RBI એ રેટિંગ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ બેંક ડિપોઝિટના રેટિંગ રિપોર્ટમાં RBI ને નિયંત્રક (Regulator) તરીકે દર્શાવવાનું બંધ કરે. સેબી (SEBI) ના નવા નિયમ મુજબ, જો કોઈ એજન્સી બીજા નિયામકના દાયરામાં આવતી ફાઈનાન્શિયલ પ્રોડક્ટનું રેટિંગ કરે, તો રિપોર્ટમાં તે નિયામકનું નામ લખવું ફરજિયાત છે.એક તરફ SEBI નિયંત્રકનું નામ દર્શાવવાનો આગ્રહ રાખે છે, જ્યારે બીજી તરફ RBI પોતાનું નામ લખવાની મનાઈ કરે છે. આ નિયમોના વિરોધાભાસથી એજન્સીઓ ભારે દ્વિધામાં મુકાઈ છે.
શું છે બેંક ડિપોઝિટ રેટિંગ અને તેનું મહત્વ?
ક્રિસિલ (CRISIL) અને ઈકરા (ICRA) જેવી રેટિંગ એજન્સીઓ બેંકની સંપત્તિ, કેપિટલ, રોકડ પ્રવાહ અને મેનેજમેન્ટની સમીક્ષા કરીને આ રેટિંગ આપે છે.આ રેટિંગ દર્શાવે છે કે બેંકમાં જમા થયેલા નાણાં કેટલાં સુરક્ષિત છે.સામાન્ય ગ્રાહકો સિવાય મોટી કોર્પોરેટ કંપનીઓ, ટ્રસ્ટ અને સરકારી સંસ્થાઓ રેટિંગ જોઈને જ કરોડો રૂપિયાનું રોકાણ નક્કી કરે છે.
સામાન્ય ગ્રાહકોની FD અને ભવિષ્યના રોકાણ પર શું અસર થશે?
જો આ મુદ્દાનો ઉકેલ ઝડપથી નહીં આવે, તો રેટિંગ એજન્સીઓ બેંક ડિપોઝિટનું રેટિંગ આપવાનું બંધ કરી શકે છે. જોકે, હાલ પૂરતું રેટિંગ પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ માત્ર રિપોર્ટિંગના માળખામાં ફેરફાર થઈ રહ્યો છે. રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ બંને સંસ્થાઓ તરફથી સ્પષ્ટતા આવે તેની રાહ જોવી જરૂરી છે.
આ પણ વાંચો :TCSના માર્કેટ કેપમાં ભારે ઘટાડો, Reliance અને SBIને પણ નુકસાન; LICની વેલ્યુએશનમાં મોટો વધારો
આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવે તોડ્યા રેકોર્ડ; 24 કેરેટ સોનું 1.55 લાખ પાર, ચાંદી પણ 2.50 લાખ પર સ્થિર
આ પણ વાંચો :સરકારની મોટી જાહેરાત: વિદેશમાં છુપાયેલી સંપત્તિ જાહેર કરવાની તક, 31 ડિસેમ્બર પછી નહીં મળે મોકો
