Botad News: સાબરમતીથી વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે નવા રૂટ પરથી(Botad Vande Bharat) મુસાફરી કરશે. નવા રૂટમાં બોટાદ, ઢસા સહિતના સ્ટેશનોને સામેલ કરવામાં આવતા સ્થાનિક મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 17 ઓગસ્ટ, 2026ના રોજ બોટાદ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના (Nimbuben Bambhaniya) હસ્તે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
બોટાદ રેલવે સ્ટેશન પર વંદે ભારતનું ભવ્ય સ્વાગત

વંદે ભારત એક્સપ્રેસના નવા રૂટના (Vande Bharat New Route) પ્રારંભને લઈને બોટાદ રેલવે સ્ટેશન ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ટ્રેનના આગમન સમયે સ્થાનિક આગેવાનો, રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય મહાનુભાવો અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.
Botad Vande Bharat: બોટાદ, ધોળા અને ઢસા ખાતે ઢોલ-નગારાથી સ્વાગત
નવા રૂટ પર વંદે ભારતના આગમનને લઈને વિવિધ સ્ટેશનો પર પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. બોટાદ ઉપરાંત ધોળા અને ઢસા ખાતે ટ્રેનનું ઢોલ-નગારાના તાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.બોટાદ જિલ્લાના મુસાફરો માટે વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળવો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સોમનાથ અને વેરાવળ તરફ મુસાફરી કરતા લોકોને વધુ સુવિધા મળવાની અપેક્ષા છે.

અગાઉ રાજકોટ-સુરેન્દ્રનગર માર્ગેથી દોડતી હતી ટ્રેન
અગાઉ Sabarmati-Veraval Vande Bharat Express રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ માર્ગે સોમનાથ તરફ જતી હતી. હવે રૂટમાં ફેરફાર સાથે ટ્રેનનો માર્ગ બદલવામાં આવ્યો છે.
નવા રૂટ મુજબ ટ્રેન હવે નીચેના માર્ગ પરથી પસાર થશે:
સાબરમતી → ગાંધીગ્રામ → ધોળકા → ધંધુકા → બોટાદ → ઢસા → ચિતલ → જેતલસર → જૂનાગઢ → વેરાવળ
બોટાદ અને આસપાસના વિસ્તારોના મુસાફરોને મળશે લાભ
નવા રૂટમાં બોટાદ અને ઢસા જેવા સ્ટેશનોને (Dhasa Railway Station) સ્થાન મળતા આ વિસ્તારના મુસાફરોને ઝડપી અને આધુનિક રેલ સેવા ઉપલબ્ધ બનશે. સોમનાથ સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જતા મુસાફરો માટે પણ આ રૂટ વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.
વંદે ભારત એક્સપ્રેસ તેની ઝડપ અને આધુનિક મુસાફરી સુવિધાઓ માટે જાણીતી છે. નવા રૂટના પ્રારંભ સાથે બોટાદ જિલ્લામાં રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન હવે સવારે 06:00 વાગ્યે ઉપડશે, રેલવે બોર્ડે નવો ટ્રેક અને સમય કર્યા જાહેર
આ પણ વાંચો: ભારતમાં પ્રથમ વખત ટ્રેન મારફતે લાઇવ હાર્ટનું પરિવહન, વંદે ભારતે બચાવી જીવનની આશા
આ પણ વાંચો: વંદે ભારત ફરી બની જીવનદાતા, અંકલેશ્વરથી અમદાવાદ પહોંચ્યું ડોનર હૃદય
