gujrat news/ સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેન હવે સવારે 06:00 વાગ્યે ઉપડશે, રેલવે બોર્ડે નવો ટ્રેક અને સમય કર્યા જાહેર

રેલવે બોર્ડે સાબરમતી-વેરાવળ વંદે ભારત (Vande Bharat)એક્સપ્રેસનો રૂટ બદલી નાખ્યો છે. હવે આ ટ્રેન રાજકોટ-વિરમગામના બદલે ધોળકા, ધંધુકા અને બોટાદ થઈને દોડશે. વાંચો નવું ટાઈમ ટેબલ અને વિગત.

Gujrat Top Stories Gujarat
Vande Bharat

Sabarmati-Veraval Vande Bharat Route Changed 2026: ગુજરાતના યાત્રિકો અને રેલવે મુસાફરો માટે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવેની લોકપ્રિય સાબરમતી-વેરાવળ વંદે ભારત (Vande Bharat) એક્સપ્રેસ (ટ્રેન નં. 29601-02) ના રૂટમાં રેલવે બોર્ડ દ્વારા એક ક્રાંતિકારી અને મોટો ફેરફાર કરવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પ્રીમિયમ ટ્રેન વાંકાનેર અને રાજકોટ થઈને દોડતી હતી, પરંતુ હવે તેના રૂટમાંથી સૌરાષ્ટ્રના આ મોટા રેલવે સ્ટેશનોની બાદબાકી કરી દેવામાં આવી છે અને તેને એક તદ્દન નવા ટ્રેક પર દોડાવવાની મંજૂરી આપી દેવાઈ છે.

રાજકોટ-સુરેન્દ્રનગર આઉટ

હાલના રૂટ મુજબ આ વંદે ભારત ટ્રેન(Vande Bharat) સાબરમતીથી ઉપડીને વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જેતલસર થઈને જૂનાગઢ અને વેરાવળ પહોંચતી હતી. રેલવે બોર્ડના નવા આદેશ અનુસાર, હવે આ જૂના રૂટના તમામ કોમર્શિયલ સ્ટોપેજ રદ કરી દેવાશે.

નવો જાહેર થયેલો રૂટ: હવે આ ટ્રેન સાબરમતીથી ઉપડીને ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા અને જૂનાગઢ થઈને વેરાવળ જશે. આ ફેરફારના કારણે ધોળકા, ધંધુકા અને બોટાદ જેવા વિસ્તારોના લોકોને પહેલીવાર સેમી-હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન સેવાનો સીધો લાભ મળશે.

Vande Bharat

Vande Bharat નું નવું ટાઈમ ટેબલ 

રેલવે બોર્ડ દ્વારા નવા રૂટની સાથે ટ્રેનનો (Vande Bharat)નવો સમય પણ જાહેર કરી દેવામાં આવ્યો છે:

ટ્રેન નં. 24901 (સાબરમતી થી વેરાવળ): આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી સવારે 06:00 કલાકે ઉપડશે અને નવા રૂટ થઈને બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચાડી દેશે.

ટ્રેન નં. 29602 (વેરાવળ થી સાબરમતી): રીટર્ન જર્નીમાં આ ટ્રેન વેરાવળથી બપોરે 03:50 કલાકે ઉપડશે અને રાત્રે 10:25 કલાકે સાબરમતી પરત પહોંચશે.

ક્યારથી લાગુ થશે નવો નિયમ?

રેલવે બોર્ડના જણાવ્યા મુજબ, આ નવો રૂટ એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (ARP) અથવા ‘નો બુકિંગ‘ તારીખમાંથી જે પણ વહેલી હશે તે દિવસથી જ અમલમાં આવી જશે. જોકે, આ નવા રૂટ પર ટ્રેન કઈ ચોક્કસ તારીખથી દોડવાનું શરૂ કરશે તેની રેલવે પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


આ પણ વાંચો:ગુજરાતને મળી છઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ

આ પણ વાંચો:અમદાવાદ–ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, ફક્ત દોઢ કલાકમાં પહોંચશે લેક સિટી

આ પણ વાંચો:ગુજરાતને મળી નવી રેલ સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ