Ahmedabad News: અમદાવાદમાં યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર પીતો હોવાનો વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોની પુષ્ટિ મંતવ્ય ન્યુઝ કરતું નથી પણ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવાન પોલીસની જીપમાં બેસીને બીયર રીતસર ગટગટાવે છે. આ યુવાન હત્યાનો આરોપી હોવાનો દાવો કરાયો છે. હવે પોલીસવાન અને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ બતાવે છે કે હવે જો પોલીસ વાનમાં બેસીને કોઈ આરામથી બીયર ગટગટાવી શકતો હોય તો પછી સામાન્ય સંજોગોમાં તો પરિસ્થિતિ શું હશે. પોલીસવાનમાં બેસીને કોઈ યુવાન આ રીતે રસ્તા પર જતી વાનમાં બીયર ગટગટાવી શકતો હોય તો પછી બધેથી દારૂ પકડાય તેમા કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ.
જો કે આ વિડીયો સાબરમતી રિવરફ્રન્ટ નહીં પણ સાંથલનો હોવાની સંભાવના છે. આ વિડીયો એક વર્ષ જૂનો હોવાની પણ ચર્ચા છે. આરોપીનું નામ જોરાવરસિંહ ઝાલા છે. તે હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. દેત્રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેલમાં તે બંધ છે. આરોપી મૂળ મહેસાણા જિલ્લાના કટોસણ ગામનો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
