Ahmedabad News: અમદાવાદના આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) નાં એન.એસ.એસ.(NSS) વિભાગ દ્વારા “સેવા પખવાડિયા” અંતર્ગત “વિકસિત ભારત યુવા કનેક્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમ કેન્દ્રીય યુવા મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ “યુથ આઇકોન” અને કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નિસર્ગ રાઠોડે હાજરી આપી હતી અને તેઓએ 2047સુધીમાં ભારતને વિકસિત દેશોની સૂચિમાં સમાવેશ કરવા માટે પ્રધાનમંત્રીએ આપેલ પાંચ પ્રણ અને અગિયાર સંકલ્પ બાબતે યુવાનોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.

આ કાર્યક્રમમાં GTU કેમ્પસ સ્થિત વિવિધ એન.એસ.એસ. (NSS) યુનિટનાં એન. એસ. એસ.(NSS)નાં સ્વયંસેવકો અને પ્રોગ્રામ ઓફિસરઓ જોડાયા હતા. આ ઉપરાંત એન.એસ. એસ. (NSS)સ્વયંસેવકોએ માય ભારત પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરી “ધ વિકસિત ભારત ક્વિઝ” માં સહભાગી થયા હતા.

આ કાર્યક્રમનું સંચાલન એન. એસ. એસ. (NSS)પ્રોગ્રામ કોર્ડીનેટર ભરત વાઢીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને સફળ બનાવવામાં સર્વે એન. એસ. એસ. (NSS) પ્રોગ્રામ ઓફિસરઓ એ મહત્વનું યોગદાન આપ્યું હતું.

આ સફળ કાર્યક્રમ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડો.રાજુલ ગજ્જર તથા કુલસચિવ ડો. કે. એન. ખેર દ્વારા આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Navsari police/નવસારીના ખેરગામની હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી બૂટલગેર મુંબઇથી ઝડપાયો,9 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો: Rajkot News/અમિત ખૂંટ આત્મહત્યા સગીરાનો ઘટસ્ફોટઃ જયરાજના દબાણથી અનિરુદ્ધ રાજદીપનું નામ લીધું
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદમાં હિરોઈન બનાવવાની લાલચ આપીને સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, રેકેટનો પર્દાફાશ
