- મકાન આગ લાગતાં એક વ્યક્તિનું મોત
- વાવડી રોડ પર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ
- આગમાં મકાન મલિક જીવતા ભૂંજાઈ ગયા
- મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ
- વહેલી સવારે લાગેલ આગ પર મેળવાયો કાબુ
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મોરબીના વાવડી રોડ પર આવેલ રહેણાંક એપાર્ટમેન્ટમાં આજરોજ વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ધટના સ્થળે આવી પહોચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્કમાં સાહેબ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતા આસપાસના રહીશો સહીત ફાયરની ટીમ ઘટના સ્થેળે ઘસી આવ્યા હતા.
પરંતુ ફાયર વિભાગનો પાણીનો પંપ ચાલુ થઇ શક્યો ન હતો અને આગ પર પાણીનું મારો ચલાવવા માટે બીજું ફાયર ફાઈટર બોલાવવું પડ્યું હતું, જેના કારણે સ્થાનીકોમાં રોષ જોવા મળ્યો હતો. આ આગની ઘટનામાં ત્રીજા માળે અશોકભાઈ ભગીરથ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું
જયારે તેમના પત્ની સમયસુચકતાથી બહાર નીકળી જતા તેમનો આબદ બચાવ થયો હતો. તો મૃતક અશોકભાઈ કરીયાણાની દુકાન ધરાવતા હોવાનું જાણવા મળેલ છે. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને ધટનાની જાણ થતા મોરબી, અને ૧૦૮ ની ટીમ દોડી આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની
નવી મોબાઇલ એપ્લિકેશન.
