Godhra News : ગોધરા શહેરના શહેરના પ્લોટ વિસ્તારમાં રહેતા જબ્બર પઠાણે એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્રણ મહિના સુધી પોતાની સાથે રાખી હતી. સમય વીતતાં આરોપી જબ્બર પઠાણ યુવતીને પાવાગઢ લઈ ગયો હતો અને મંગળસૂત્ર પહેરાવી દીધુ, પરંતુ જ્યારે યુવતીએ લગ્ન કરવાનું કહ્યું તો બહાનાં બતાવવા લાગ્યો હતો. એ બાદ બંને વચ્ચે સંબંધો સારા ન રહેતાં યુવક અવારનવાર યુવતીને ટોર્ચર કરતો અને ઘરમાં બંધ કરી પોતાના કામે જતો રહેતો હતો. ત્યારે ગતરોજ યુવકના ભાડાના ઘરમાંથી યુવતીની મૃત હાલતમાં લાશ મળી હતી, જે જોઈ પરિવારે યુવક પર દીકરીને મારી નાખવાનો આક્ષેપ લગાવ્યો છે. એ મામલે પોલીસે હાલ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરમાં નાડિયાવાસ ખાતે રહેતા કિશોરભાઈ હડિયેલે જણાવ્યું હતું કે તેમની દીકરી રુશાલી અને તેની માતા મજૂરી અર્થે જબ્બર પઠાણ નામના યુવકની રિક્ષામાં રોજ અવરજવર કરતાં હતાં. જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ જબ્બર પઠાણ અને રુશાલી વચ્ચે પ્રેમસંબંધ વધવા લાગ્યો અને સમય જતાં આ જબ્બર પઠાણે રુશાલીને પાવાગઢ લઈ જઈ મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. જ્યારે રુશાલીએ કહ્યું હતું કે આપણે લગ્ન કરી લઈએ ત્યારે જબ્બર પઠાણ રુશાલીને કહેતો હતો કે મારી પાસે અત્યારે જરૂરી કાગળિયા નથી. જ્યારે મારી પાસે જરૂરી કાગળિયા આવશે ત્યારે આપણે બંને લગ્ન કરી લઈશું.રુશાલીને પટાવીફોસલાવી પોતાની માયાજાળથી આરોપી ગોધરા શહેરના શહેરિયા પ્લોટ ખાતે ભાડાના મકાનમાં રહેવા માટે લઈ ગયો હતો. જ્યારે રુશાલીનું મન થતું હતું કે તે પોતાનાં પિતા અને માતાના ઘરે મળવા માટે જતી હતી એ જબ્બર પઠાણને સારું લાગતું ન હતું.
આથી જબ્બર પઠાણ તેને માનસિક રીતે ટોર્ચર કરતો હતો અને કહેતો હતો કે જો હવે પછી તું તારા ઘરે ગઈ તો તારો ભાઈ મોડીરાત સુધી એકલો ફરે છે, તેને ઉડાવી દઈશ, આથી રુશાલી ગભરાઈ ગઈ હતી અને પોતાના પિતાના ઘરે જવાનું બંધ કરી દીધું હતું.જબ્બર પઠાણ જ્યારે ધંધા અર્થે બહાર જતો હતો ત્યારે તે રુશાલીને રૂમમાં લોક મારીને જતો રહેતો હતો, જેથી રુશાલી તેના પરિવારને મળવા બહાર ના જઈ શકે. આમ, અનેક રીતે આરોપી રુશાલીને માનસિક રીતે હેરાનપરેશાન કરતો હતો. ત્યારે ગઈકાલે મોડીરાતે જબ્બર પઠાણે મૃતક રુશાલીના પરિવારને ફોન કરીને કહ્યું કે રુશાલીને કંઈક થઈ ગયું છે તો તમે ફટાફટ આવો.
જ્યારે આ વાત સાંભળતાં જ માતા-પિતા સહિત પોતાની બહેન તાત્કાલિક ગોધરા શહેરના શહેરિયા પ્લોટ ખાતે પહોંચ્યાં હતાં, જ્યાં પહોંચતા જ પરિવારે રુશાલીને મૃત હાલતમાં પલંગમાં પડેલી જોઈ હતી. દીકરીના મોત મામલે માતાએ આક્ષેપ કર્યો હતો કે પોતાની દીકરીને જબ્બર પઠાણે જ ગળું દબાવીને મારી નાખી છે.બી-ડિવિઝન પોલીસે મૃતક રુશાલીનો મૃતદેહ કબજે કરી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા જબ્બર પઠાણની પર કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે એવી માગ કરાઈ હતી. મૃતક રુશાલીની બહેને જણાવ્યું હતું કે ગઈકાલે 7:30 વાગ્યાની આસપાસ મારી બહેન રુશાલીનો ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે ‘બબુ, મને લેવા આય, મને બહુ મારે છે’. મારી બહેન એક વખત અમારા ઘરે આવી ત્યારે તે જબ્બર પઠાણને સારું લાગ્યું ન હતું.
મારી બહેનને ટોર્ચર કરી કહેતો કે તારો ભાઈ મોડીરાત સુધી બહાર ફરે છે, તેનું મર્ડર કરી નાખીશ. એવી ધમકી આપતાં મારી બેન ફરીથી પાછી તેની પાસે ચાલી જતી હતી.યુવતીના મોત મામલે પરિવાર જબ્બર પઠાણ પર દીકરીની હત્યાનો આક્ષેપ લગાવી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવા પોલીસને અપીલ કરી છે. ત્યારે પોલીસે હાલ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે એ બાદ જ બહાર આવશે કે આ યુવતીનું મર્ડર કર્યું છે કે પછી આત્મહત્યા છે.
આ પણ વાંચો: દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી ઝડપાયું ડ્રગ્સ, બે દિવસ પહેલા 16 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું
આ પણ વાંચો: ડ્રગ્સ વેંચી રૂપિયા કમાવાની લતે ચડયો આખો પરિવાર, બે પુત્રોની ધરપકડ બાદ હવે માતાની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: દરિયામાંથી પકડાયેલા 60 કરોડના હશીશનો કેસ
