Gujarat Drugs/ દરિયામાંથી પકડાયેલા 60 કરોડના હશીશનો કેસ

ગુજરાત એટીએસે દરિયામાંથી પકડેલા 60 કરોડના હશીશના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. તેમા એટીએસની તપાસમાં નવું રહસ્યોદઘાટન એ થયું છે કે હશીસ માટે ડ્રગ માફિયાની મીટિંગ દુબઈમાં થઈ હતી.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 05 01T125633.689 દરિયામાંથી પકડાયેલા 60 કરોડના હશીશનો કેસ

રાજકોટઃ ગુજરાત એટીએસે દરિયામાંથી પકડેલા 60 કરોડના હશીશના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. તેમા એટીએસની તપાસમાં નવું રહસ્યોદઘાટન એ થયું છે કે હશીસ માટે ડ્રગ માફિયાની મીટિંગ દુબઈમાં થઈ હતી. ફિદાઅલી અને કૈલાસની મીટિંગ થઈ હતી. માંડવીને અસગરે કૈલાશનો સંપર્ક  કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે  પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હતા. આ ડ્રગ્સને ભારત લાવવામાં આવી રહ્યું હતું. સફળ ઓપરેશન હાથ ધરી હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજો અને એરક્રાફટ મિશન પર તહેનાત કરવામાં આવ્યાં હતાં. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેમણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથી અને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરીને સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા

આ પણ વાંચો:  પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ

આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે