Breaking News/ ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 04 29T145003.419 ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

Gujarat News:ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારબોર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ગુજરાતના દરિયામાંથી અત્યારસુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ફરી એકવાર અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ બે માછીમારોની ધરપકડ પણ કરવામાં અવી છે.  અરબ સાગરમાંથી સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટુ ઓપરેશન પાર પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હતા. આ ડ્રગ્સને ભારત લાવવામાં આવી રહ્યું હતું. સફળ ઓપરેશન હાથ ધરી હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.

ઓપરેશનને સફળ કરવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડનાં જહાજો અને એરક્રાફટ મિશન પર તહેનાત કરવામાં આવ્યાં હતાં. ICG જહાજ રાજરતન, જેમાં NCB અને ATS અધિકારીઓ હતા, તેમણે શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગથી ભરેલી બોટ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કોઈપણ પ્રકારની છટકબારી કોસ્ટ ગાર્ડના જહાજ રાજરતનને લીધે થઇ શકી નથી અને ટ્રેપ સફળ થઈ હતી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સવારી કરીને સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાહુલના રાજામહારાજાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર