Vande Bharat Train/ વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

અમદાવાદથી મુંબઈ દોડતી વંદે ભારત ટ્રેનને પ્રાણીઓ અથડાતા બંધ થયા તો હવે બીજી તકલીફ સામે આવી. સુરત સ્ટેશને ટ્રેનના ઓટોમેટિક દરવાજા જ ખૂલ્યા નહી. તેના લીધે સુરત સ્ટેશને ટ્રેન એક કલાક સુધી અટવાયેલી રહી હતી.

Gujarat Trending Breaking News
Beginners guide to 2024 04 29T124712.109 વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

સુરતઃ અમદાવાદથી મુંબઈ દોડતી વંદે ભારત ટ્રેનને પ્રાણીઓ અથડાતા બંધ થયા તો હવે બીજી તકલીફ સામે આવી. સુરત સ્ટેશને ટ્રેનના ઓટોમેટિક દરવાજા જ ખૂલ્યા નહી. તેના લીધે સુરત સ્ટેશને ટ્રેન એક કલાક સુધી અટવાયેલી રહી હતી. તેના પછી મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.

સૌથી મોટી આશ્ચર્યજનક વાત જ એ છે કે વંદે ભારત ટ્રેનમાં એવી સગવડ જ નથી કે જો ટ્રેનના દરવાજા ઓટોમેટિક ન ખૂલે તો શું કરવું. બીજા શબ્દોમાં કહીએ તો જો વંદે ભારત ટ્રેનના દરવાજા ઓટોમેટિક ન ખૂલે તો તેમણે સ્ટેશન માસ્ટરની દયા પર રહેવું પડશે કે રેલ્વેના અધિકારીઓના ભરોસે રહેવું પડશે. મુસાફરી માટે પ્રીમિયમ રકમ આપ્યા પછી મુસાફરો ઓટોમેટિક સિસ્ટમ કામ ન કરે તો મેન્યુઅલી દરવાજા ખોલી શકે તેવી સિસ્ટમ જ નથી.

અમદાવાદથી મુંબઈ જવા નીકળેલી વંદેભારત ટ્રેન આજે સવારે 8.20 કલાકે સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. પરંતું ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા. આ કારણે ટ્રેનના મુસાફરો અટવાયા હતા. ન તો કોઈ અંદર જઈ શક્તુ હતું, ન તો કોઈ બહાર આવી શક્તુ નહતું. આ બાદ રેલવે તંત્ર દોડતું થયું હતું. મેન્યુઅલી ટ્રેનના દરવાજા ખોલવાનો પ્રયાસ કરાયો હતો.

ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા ખૂલ્યા ન હતા. મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલ્વે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી ૧૪ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. આમ, વંદે ભારત ટ્રેનમાં સુરત રેલ્વે સ્ટેશન પર ઊતરનારા તમામ મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ ટ્રેનને આગળ મુંબઈ જવા રવાના કરાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચો: ભર ગરમીમાં વાદળછાયા વાતવરણથી ખેડૂતો ચિંતામાં

આ પણ વાંચો: વડોદરામાં 45 કિલો ગૌમાંસ સાથે એકની ધરપકડ

આ પણ વાંચો: હાટકેશ્વરની નામોશીના પગલે AMC હવે BrIM સિસ્ટમ અજમાવશે