રાજકોટ/ ગોંડલ રોડ પર આવેલી કન્સ્ટ્રક્સન અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તસ્કરો દ્વારા 1.50 લાખની ચોરી કરાઇ

રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ પર આવેલ દેવજિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અને આદિત્ય કોર્પોરેશન નામની ઓફિસમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી નાસી છૂટ્યા હતા.

Gujarat
Untitled 26 1 ગોંડલ રોડ પર આવેલી કન્સ્ટ્રક્સન અને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તસ્કરો દ્વારા 1.50 લાખની ચોરી કરાઇ

રાજકોટ શહેર આમ તો  સૌરાસ્ટ્ર ની  શાન ગણવામાં આવે છે.  પરંતુ એએચવીઇ રાજકોટમાં  દિવસેને દિવસે  ગુનાખોરીના કેસો વધતાં  જોવા મળી રહયા છે  ત્યારે રાજકોટશહેરમાં જાણે કાયદો વ્યવસ્થા કથરી રહી છે અને ચોરો બેફાન બની રહ્યા છે ત્યારે દિવસેને દિવસે ચોરી, લૂંટ બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલ કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટની ઓફિસના તાળા તૂટ્યા છે. જ્યાં લેપટોપ, મોબાઈલ અને રૂ.1.50 લાખની મતા ચોરાઈ છે. બનાવની જાણ થતા તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી સીસીટીવીના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:શિવસેનાના / સંજ્ય રાઉતે PM મોદી પાસે માંગ્યો જવાબ, હેલિકોપ્ટર દુર્ઘટના મામલે લોકોના મનમાં શંકા છે!

મહત્વનું છે કેરાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોંડલ રોડ પર આવેલ દેવજિંગ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ અને આદિત્ય કોર્પોરેશન નામની ઓફિસમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને લેપટોપ ચોરી નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો:અદાણી પોર્ટ દ્વારા અફઘાનીસ્તાન, ઈરાન અને પાકિસ્તાનથી આવતા-જતા કાર્ગો પર લગાવેલ પ્રતિબંધ ખેંચ્યા પાછા..

બનાવની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા જેમાં 3થી 4 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ઓફિસ માલિકની પુછપરછ કરતા તસ્કરોએ ઓફિસમાં પડેલ રોકડ રૂપિયા 1.50 લાખ તેમજ મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.