Not Set/ ખુશખબર : વાહન માલિકોને હવે ફક્ત 15 દિવસમાં મળશે આરસી બુક

નવા વાહનની ખરીદીમાં વાહન રજિસ્ટ્રેશન, નંબર જનરેશન, એપ્રૂઅલ અને ત્યારબાદ ઈન્સ્પેક્શનથી લઈને આરસી બુક મેળવવા સુધીની તમામ પ્રક્રિયામાં એકથી દોઢ મહિનાનો સમયગાળો લાગતો હતો. હવે વાહનવ્યવહાર વિભાગ દ્વારા સમગ્ર કામગીરી ઝડપથી પૂરી કરીને માત્ર 10 દિવસમાં જ વાહનધારકને આરસી બુક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જેનું મુખ્ય કારણ ઓનલાઈન પ્રક્રિયા અને પેમેન્ટ બંને […]

Top Stories Gujarat
rto ahmedabad ખુશખબર : વાહન માલિકોને હવે ફક્ત 15 દિવસમાં મળશે આરસી બુક

નવા વાહનની ખરીદીમાં વાહન રજિસ્ટ્રેશન, નંબર જનરેશન, એપ્રૂઅલ અને ત્યારબાદ ઈન્સ્પેક્શનથી લઈને આરસી બુક મેળવવા સુધીની તમામ પ્રક્રિયામાં એકથી દોઢ મહિનાનો સમયગાળો લાગતો હતો.

હવે વાહનવ્યવહાર વિભાગ દ્વારા સમગ્ર કામગીરી ઝડપથી પૂરી કરીને માત્ર 10 દિવસમાં જ વાહનધારકને આરસી બુક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જેનું મુખ્ય કારણ ઓનલાઈન પ્રક્રિયા અને પેમેન્ટ બંને બનશે.

આ અંગે આરટીઓ સૂત્રોએ જણાવ્યું હતું કે આરટીઓ માં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાના કારણે જે અગવડ અગાઉ ઊભી થતી હતી તે દૂર થઈ છે. તા.1 થી 31 અોગસ્ટ દરમિયાન પણ અમદાવાદમાં દોઢ કરોડથી વધુ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ જમા થયું છે, જે હવે 1 સપ્ટેમ્બરથી ફરજિયાત થયું છે.

big 475436 1514389400 e1536331503923 ખુશખબર : વાહન માલિકોને હવે ફક્ત 15 દિવસમાં મળશે આરસી બુક

ઓનલાઈન પેમેન્ટ થવાના કારણે નવું વાહન ખરીદનારના ડોક્યુમેન્ટ ડીલર તરફથી એક જ દિવસમાં આરટીઓને મળે છે. પેમેન્ટ મળ્યા બાદ આરટીઓ તરફથી એક જ દિવસમાં એપ્રૂઅલ વે‌રિફિકેશન અને ઈન્સ્પેક્શનની પ્રક્રિયા પૂરી કરી લેવાશે. બે દિવસ વાહનનો નંબર જનરેટ થવામાં થશે.

બે દિવસ આરસી બુક પ્રિન્ટ થવા માટે લાગશે. 4 દિવસ આરસી બુક વાહનધારકને પહોંચતાં થશે. આમ, દસ દિવસમાં જ વાહનધારકને આરસી બુક મળી જશે. રજાના દિવસો ઉમેરવામાં આવે તો વધુમાં વધુ 15 દિવસમાં બુક મળી શકે.
ડિસેમ્બરથી મે-2018 સુધીનો સમયગાળો એવો હતો કે અમદાવાદ આરટીઓમાં 25000 જેટલી આરસી બુકનો ભરાવો થયો હતો, જેની વહેંચણી માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવી પડી હતી.