Political/ પ.બંગાળમાં ભાજપને ઝટકો, પાર્ટીનાં સાંસદ સૌમિત્રા ખાનનાં પત્ની TMC માં જોડાયા

પશ્ચિમ બંગાળમાં આગામી વિધનસભાની ચુંટણીઓની તૈયારીઓ જોરશોરથી શરુ થઈ ગઈ છે, ત્યારે 2021 માં આગામી વિધાનસભાની ચૂંટણીઓના પગલે રાજકારણીઓ દ્વારા પક્ષોની આપ-લે શરુ થઈ છે. તાજેતરમાં, મુખ્યમત્રી મમતા બેનર્જીનો સાથ છોડી તૃણમૂલ કોંગ્રેસના 11 મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાઈ ગયા હતા. હવે ભાજપ કે જેણે મમતા બેનર્જીની પાર્ટીમાં ધૂમ મચાવી છે તેને […]

Top Stories India
zzas 79 પ.બંગાળમાં ભાજપને ઝટકો, પાર્ટીનાં સાંસદ સૌમિત્રા ખાનનાં પત્ની TMC માં જોડાયા

પશ્ચિમ બંગાળમાં આગામી વિધનસભાની ચુંટણીઓની તૈયારીઓ જોરશોરથી શરુ થઈ ગઈ છે, ત્યારે 2021 માં આગામી વિધાનસભાની ચૂંટણીઓના પગલે રાજકારણીઓ દ્વારા પક્ષોની આપ-લે શરુ થઈ છે.

તાજેતરમાં, મુખ્યમત્રી મમતા બેનર્જીનો સાથ છોડી તૃણમૂલ કોંગ્રેસના 11 મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાઈ ગયા હતા. હવે ભાજપ કે જેણે મમતા બેનર્જીની પાર્ટીમાં ધૂમ મચાવી છે તેને મોટો ફટકો પડ્યો છે. સોમવારે ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા મંડલ ખાન એ ટીએમસીમાં જોડાઇને પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સુજાતા મંડલ ખાન ટીએમસીમાં જોડાવા એ ભાજપ માટે મોટો આંચકો છે, તેમણે 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીને ટેકો આપવાની ઘોષણા કરી છે.

જણાવી દઈએ કે ગયા વર્ષે 2019 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સુજાતા મંડલે તેમના પતિ અને ભાજપના સાંસદ સૌમિત્રા ખાનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. સુજાતા મંડલે પોતાના માટે સતત અભિયાન ચલાવ્યું હતું, જે એકદમ આક્રમક હતું. સોમવારે સુજાતા મંડલ તૃણમુલના સાંસદ સૌગતા રોય અને પ્રવક્તા કુનાલ ઘોષની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાયા બાદ સુજાતા મંડલ ખાને વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીની મોટી જીત માટે દાવો કર્યો હતો, તેમણે કહ્યું, મેં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને મોખરે લાવવાનું કામ કર્યું હતું, તેમ છતા મને પાર્ટીમાં કોઈ માન નથી મળ્યુ. એક મહિલા હોવાને કારણે મારા માટે ભાજપમાં રહેવું મુશ્કેલ બની ગયુ છે.

farmer protest / ખેડૂતોની આજે ભૂખ હડતાલ, હરિયાણામાં 25મીથી ટોલ બંધ…

latest design / પાંચ એકરમાં નિર્માણ પામશે 2 ઇમારતો, આવી હશે અયોધ્યામાં બનનાર…

tax notice / પંજાબના કુલ 14 આડતિયાઓને ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો