Not Set/ #DelhiAssemblyElection2020/ બસપાનો હાથી બેસી ગયો પાણીમાં, કરાવાલ નગરનાં ઉમેદવાર ખુદ જોડાઇ ગયા AAPમાં…

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સોમવારે બહુજન સમાજ પાર્ટી (બસપા)ને ભારે આંચકો લાગ્યો હતો. પાર્ટીના કરાવાલ નગરના ઉમેદવાર નથુરામ કશ્યપ, આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ દરમિયાન આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ હાજર હતા. BSPનાં કરાવાલ નગરના ઉમેદવાર નથુરામ કશ્યપ ખુદ જ આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા હોવાથી બસપાનો કરાવાલ નગરનો હાથી હાલતો પાણીમાં બેસી […]

Top Stories Gujarat Assembly Election 2022 India
dae2020.jpg1 bsp #DelhiAssemblyElection2020/ બસપાનો હાથી બેસી ગયો પાણીમાં, કરાવાલ નગરનાં ઉમેદવાર ખુદ જોડાઇ ગયા AAPમાં...

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે સોમવારે બહુજન સમાજ પાર્ટી (બસપા)ને ભારે આંચકો લાગ્યો હતો. પાર્ટીના કરાવાલ નગરના ઉમેદવાર નથુરામ કશ્યપ, આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ દરમિયાન આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ પણ હાજર હતા.

BSPનાં કરાવાલ નગરના ઉમેદવાર નથુરામ કશ્યપ ખુદ જ આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા હોવાથી બસપાનો કરાવાલ નગરનો હાથી હાલતો પાણીમાં બેસી ગયો હોવાનો ક્યાસ જોવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે, 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70 માંથી  67 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને ફક્ત 3  બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસ તો પાતનું ખાતા પણ ખોલાવી શકી નહોતી.

8 ફેબ્રુઆરીએ  મતદાન – 11 ફેબ્રુઆરીએ પરિણામ 

દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે અને પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી હતી. આ સિવાય ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 જાન્યુઆરી હતી. દિલ્હીમાં 70 વિધાનસભા બેઠકો છે જેમાંથી 58 સામાન્ય કેટેગરીમાં છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.