ભારત સરકાર/ કાબુલમાં દૂતાવાસ બંધ નહી કરે,અત્યાર સુધી આટલા લોકોએ પરત આવવા અરજી કરી

અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારત વતી તાજિકિસ્તાનના અયાની એર બેઝ પર C-17 વિમાનો તૈનાત કરવામાં આવ્યું છે

Top Stories
દૂતાવાસ 1 કાબુલમાં દૂતાવાસ બંધ નહી કરે,અત્યાર સુધી આટલા લોકોએ પરત આવવા અરજી કરી

ભારત સરકાર ત્યાં ફસાયેલા તેના નાગરિકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને વધુને વધુ લોકોના ઝડપી પરત માટે વિમાનો ભાડે લેવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે.અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે ભારત વતી તાજિકિસ્તાનના અયાની એર બેઝ પર C-17 વિમાનો તૈનાત કરવામાં આવ્યું છે, કારણ કે કાબુલ એરપોર્ટ પર ઘણી ભીડ છે. એટલા માટે ભારતીય વિમાનને ત્યાં સ્ટેન્ડ બાય મોડમાં પાર્ક કરવામાં આવ્યું છે. જલદી જ યુએસ નિયંત્રિત કાબુલ એરપોર્ટ ખાલી કરવામાં આવશે, ત્યારબાદ ભારતીય વિમાન ત્યાં પહોંચશે.

કાબુલમાં ભારતનું દૂતાવાસ બંધ કરાયું નથી. ભારત સરકારના સૂત્રોને ટ જણાવ્યું છે કે 1650 થી વધુ લોકોએ ભારત પરત આવવા માટે પોતાની અરજી આપી છે,ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લેતા હાલ દેશમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે ,લોકો ખુબ જ દહેશતમાં જોવા મળી રહ્યા છે અને કાબુલ એરપોર્ટ પર ઉમટી પડ્યા છે. અફઘાનિસ્તાનની સ્થિતિ હાલ અતિ ગંભીર છે . લોકો દેશ છોડવા માટે મજબૂર થયાં છે.તાલિબાનોના આતંકથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છેય