Ahmedabad/ રિક્ષા ચાલકો આનંદો..!! હવે રેલ્વે પરિસરમાં મળશે પ્રવેશ

રિક્ષા ચાલકો આનંદો..!! હવે રેલ્વે પરિસરમાં મળશે પ્રવેશ

Top Stories Ahmedabad Gujarat
ramol 2 રિક્ષા ચાલકો આનંદો..!! હવે રેલ્વે પરિસરમાં મળશે પ્રવેશ

અમદાવાદના રિક્ષા ચાલકો માટે સારા સમાચાર છે. હવે રિક્ષ ચાલકોને અમદાવાદ્કાલુપુર રેલ્વે સ્ટેશનના પરિસર માં પ્રવેશ કરી શકશે. અગાઉ રેલ્વે દ્પરિસરમાં ઓટો રિક્ષન પ્રેવેશ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો હતો.

પ્રતિબંધને લઈને રિક્ષા ચાલકો દ્વારા આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. અને હાઇકોર્ટે આ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય સંભાળ્યો છે. કે હવેથી રિક્ષા ચાલકો રેલ્વે પરિસરમાં પ્રવેશ કરી શકશે.

સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટેની જે પોલિસી બનાવવામાં આવી છે તેનું પાલન થાય તેવી તાકેદારીપણ રાખવી પડશે. 10 મિનિટ સુધીના સમયગાળામાં પાર્કિંગ થશે અને ત્યારબાદ તેઓ ફરીથી રી એન્ટ્રી લાઇ શકશે.

સરકાર તરફથી હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે. સરકારી વકીલે જણાવ્યું કે કોર્ટમાં જે રજુઆત કરવામાં આવી છે એ હકીકત સાચી નથી. નિયમ મુજબ 10 મિનિટથી વધુ સમય સુધી વાહન રેલવે પરિસરમાં રહે તો ત્યાં પાર્કિંગ ચાર્જ ચુકાવવાનો હોય છે. પરંતુ હાલ કોવિડને લઈને કોઈ પાર્કિંગ ચાર્જ લેવામાં આવતો નથી. પહેલાથી જ રિક્ષાચાલકોને અંદર જવાની મંજૂરી હતી. પરંતુ હાઇકોર્ટમાં અરજી દાખલ થયા બાદ તંત્ર દ્વારા રિક્ષાચાલકોને મંજૂરી અપાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…