Not Set/ અમદાવાદથી ઉપડતી ત્રણ ટ્રેનોમાં જોડાશે એલએચબી કોચ

અમદાવાદ, અમદાવાદથી ઉપડતી ત્રણ ટ્રેનો માટે મહત્વનનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ સુલતાન એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ અને અમદાવાદ પટના એક્સપ્રેસ ટ્રેનમાં જર્મન ટેક્નોલોજી વાળા એલએચબી કોચ જોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. મુસાફરોની આરામદાયક મુસાફરી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જુના તમામ કોચ હટાવીને એલએચબી કોચ લગાવી દેવાશે. 11 ડિસેમ્બરે અમદાવાદથી અને 12 ડિસેમ્બરે સુલતાનપુરથી એલએચબી […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 88 અમદાવાદથી ઉપડતી ત્રણ ટ્રેનોમાં જોડાશે એલએચબી કોચ

અમદાવાદ,

અમદાવાદથી ઉપડતી ત્રણ ટ્રેનો માટે મહત્વનનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ સુલતાન એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ અને અમદાવાદ પટના એક્સપ્રેસ ટ્રેનમાં જર્મન ટેક્નોલોજી વાળા એલએચબી કોચ જોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

મુસાફરોની આરામદાયક મુસાફરી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જુના તમામ કોચ હટાવીને એલએચબી કોચ લગાવી દેવાશે. 11 ડિસેમ્બરે અમદાવાદથી અને 12 ડિસેમ્બરે સુલતાનપુરથી એલએચબી કોચ જોડી દેવાશે.

અમદાવાદ પટના એક્સપ્રેસમાં અમદાવાદથી તેમજ પટનાથી આ કોચ જોડી દેવાશે. અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસમાં ગોરખપુરથી કોચ લગાવાશે.આગામી દિવસોમાં અન્ય ટ્રેનોમાં પણ લગાવાનું આયોજન પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરાયું છે.

અમદાવાદ પટના એક્સપ્રેસમાં અમદાવાદથી તેમજ પટનાથી આ કોચ જોડી દેવાશે. સ્લીપરમાં ૮૪ સીટ, સેકન્ડ એસીમાં ૫૪ સીટ અને થર્ડ એસીમાં ૭૨ સીટ વાળો એલએચબી કોચ જોડાશે. સીટ વધુ હોવાથી વેઇટીંગ લિસ્ટ પણ ઓછુ કરી શકાશે. એલએચબી કોચ સંપૂર્ણપણે એલ્યુમિનિયમમાંથી બનેલા હોવાથી વજનમાં હલકા હોય છે. વજન ઓછો હોવાથી ટ્રેનની સ્પીડમાં વધારો થશે.